નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમદાવાદઃ જમીનના ભાવ 15 ટકા તૂટ્યા, કૃત્રિમ તેજીનો પરપોટો ફુટ્યો

 
દસ્તાવેજોની સંખ્યામાં ચાર હજારનો ઘટાડો
ડેવલપમેન્ટ વગરના વિસ્તારની જમીનના ભાવમાં ભૂમાફિયાઓએ કૃત્રિમ ભાવવધારો કર્યો હતો
ધોળકાથી કલોલ અને દહેગામથી મહુડી સુધીના પટ્ટામાં ભાવ ઘટાડાની અસર
ઊંચા ભાવે થઈ ગયેલા કેટલાક સોદાઓ ફોક થયા
અમદાવાદની આસપાસ ત્રણ મહિના પૂર્વે આવેલી કૃત્રિમ તેજી ગઈ
શહેરમાં છેલ્લા બે માસથી જમીનના ભાવોમાં આવેલી તેજી મંદ પડી ગઈ છે અને કૃત્રિમ ભાવ વધારો મોટાભાગે દૂર થઈ ગયો છે. આ સ્થિતિમાં જમીનના ભાવોમાં ૧૫થી ૨૦ ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો ગત વર્ષની સરખામણીમાં થયેલા દસ્તાવેજોમાં ૪ હજારનો ઘટાડો થયો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બાંધકામ ઉદ્યોગોમાં પણ ભાવો મોટાભાગે સ્થિર ચાલી રહ્યા છે, અગાઉ જે દર મહિને તૈયાર ફ્લેટ, ટેનામેન્ટ, બંગલો વગેરેમાં ભાવ વધારો થતો હતો તે પણ અટકી પડ્યા છે. મંદી નથી પરંતુ ખરીદનાર વધુ સચેત થઈ ગયા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા બે માસથી શહેરમાં તથા તેની આજુબાજુ જમીનોના ભાવોમાં જે કૃત્રિમ તેજી જોવા મળતી હતી તે હાલ દેખાતી નથી. શહેરમાં R એક લાખના ભાવે જમીનો વેચાઈ છે જ્યારે આજે આવી જ જમીન રૂ.૮૦થી ૮૫ હજારના ભાવે જમીન વેચાતી થઈ છે.

રિયલ એસ્ટેટના નિષ્ણાતોનું માનવું છે કે જમીનનાં ભાવમાં ૧૫થી ૨૦ ટકા સુધી કરેકશન આવ્યું છે અને તેના કારણે ભાવોમાં ઘટાડો થયો છે. અટલું જ નહીં આ ભાવો સ્થિર થઈ ગયા છે અને આગામી છ માસ સુધી આ ભાવો સ્થિર રહે તેવું નિષ્ણાતો માની રહ્યા છે અને સમયગાળો જમીન ખરીદવામાં શ્રેષ્ઠ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

શહેરની આજુબાજુ ધોળકાથી લઈ કલોલ સુધી તથા દહેગામથી મહુડી અને સમગ્ર પૂર્વના પટ્ટામાં તથા સરખેજ અને ગ્યાસપુરમાં જમીનોના ભાવો સ્થિર થઈ ગયા છે. જમીનોના ભાવો સ્થિર થઈ જતા લે-વેચની સંખ્યામાં ઘટાડો થઈ ગયો હોય એમ જણાય છે. ગત વર્ષે અપ્રિલ, મે અને જુનમાં ૧૨ હજાર દસ્તાવેજો થયા હતા.

આ વર્ષે ઉપરોકત ત્રણેય મહિનામાં માંડ ૮ હજાર સુધીના દસ્તાવેજો થયા છે, જે દર્શાવે છે કે જમીનોના લે-વેચમાં ઘટાડો થયો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આવી સ્થિતિ તૈયાર મકાનોમાં પણ હોવાનું સબ-રજિસ્ટ્રાર કચેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બીજી બાજુ, શહેરમાં રિયલ એસ્ટેટ પાછળ R ૨૦ હજાર કરોડનું રોકાણ થયું હોવાનું ગાહેડ જણાવે છે, આટલા મોટા રોકાણ બાદ પણ દર વર્ષે જોઈએ તેટલા મકાનો નહીં થવાના કારણે તૈયાર મકાનોના ભાવમાં સતત વધારો થઈ રહ્યા છે. સરકાર વધતા જતા ભાવને કાબૂમાં લેવા માટે એફ.એસ.આઈ.નો નિર્ણય ડેવલપમેન્ટ પ્લાનની રાહ જોયા વગર તાકીદે કરવો જોઈએ તેવી માગણી થવા પામી છે.

તૈયાર મકાનોના ભાવો હાલ તો સ્થિર છે પરંતુ આગામી છ માસમાં તેમાં વધારો થાય તેવી સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. હાલ શહેરમાં મંદી નથી તેનું ઉદાહરણ એ છે કે રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં નવી સ્કીમોનું લોન્ચિંગ થયું અને તેમાં બુકિંગનો રેશિયો ૯૦ ટકાથી વધુ હતો માટે મંદી હોય તેમ જણાતું નથી.

ખરીદનારાઓની સંખ્યા ઘટતાં તેજીનો ફુગ્ગો ફૂટી ગયો કૃત્રિમ તેજી બાદ ઘણા ભૂમાફિયાઓને ગાડીઓ વેચવી પડી
શહેરના પશ્ચિમ વિસ્તારમાં જમીનોના ભાવમાં ત્રણ મહિના પહેલા તેજીનો વંટોળ હતો અને તેમાં ઘણા ભૂમાફિયાઓ તથા બિલ્ડરોઓ ઊંચી કિંમતમાં સોદા કરી ટોકન રકમ આપી હતી પરંતુ ત્યારબાદ આટલા ઊંચા ભાવે જમીન ખરીદનાર નહીં મળતા ટોકન રકમ પણ છોડી દેવી પડી હતી તો કેટલાકે ગાડીઓ તથા અન્ય જમીનો વેચી સોદાઓ પૂર્ણ કર્યા હતા. પરંતુ મોટાભાગના કિસ્સામાં સોદાઓ ફોક થયા હતા.

જમીનના ભાવ શા માટે સ્થિર થયા ?

જમીનોના ભાવો સ્થિર થવા પાછળનું મુખ્ય કારણ કૃત્રિમ તેજી હતી અને લોકો જ્યાં કોઈપણ જાતનું ડેવલપમેન્ટ ના હોય તેવી જમીનોના ભાવ ૨૦થી ૩૦ હજાર ચાલતા હતા. જે ખરેખર ૧૫ હજાર જ હોવા જોઈએ. આવા ભાવો ભૂમાફિયાઓ કરી નાખતા ધીરેધીરે ખરીદનારાઓની સંખ્યામાં ઘટાડો થતો ગયો અને ભાવો સ્થિર થઈ ગયા.

એક્સપર્ટ ઓપિનિયન કરેકશન આવશે તો નીચા ભાવે ફ્લેટ્સ મળશે
જમીનોના ભાવોમાં હજી સુધી જોઈએ તેટલું કરેકશન થયું નથી. કરેકશન આવે તો સારું છે. જેના કારણે ડેવલપર નીચા ભાવે મકાન આપી શકે છે. જમીનોના ભાવમાં ઘટાડો થાય તેનાથી હું .ખુશ છુ પરંતુ ટી.પી.વાળી જમીનોનાં ભાવો ઘટયા નથી. વ્યક્તિગત પ્લોટમાં ભાવ ઘટયા હશે. - સુરેશ પટેલ, ચેરમેન ગાહેડ

અમદાવાદની આસપાસની જમીનના ભાવમાં કરેકશન થયું છે

અમદાવાદની આસપાસની જગ્યાઓ જ્યાં કોઈપણ જાતનું ડેવલપમેન્ટ ન હતું તેવા વિસ્તારોમાં એક લાખની જમીનના R ૫ લાખ તથા પાંચના દશ લાખ થઈ ગયા હતા. ત્યાં જબરદસ્ત કરેકશન આવ્યું છે. તેમજ તૈયાર મકાનોમાં પૂછપરછ સાવ ઘટી જતા ભાવો થોડા ઉતર્યા છે એટલે કે કૃત્રિમ ભાવ વધારો દૂર થયો છે.’’ - વિજય શાહ, રિયલ એસ્ટેટ નિષ્ણાત

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા