નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વધુ વજનવાળા વ્યક્તિઓ માટે નિષ્ણાતોની ખાસ સલાહ!

 
 
-નિષ્ણાંતો કહે છે કે વજન વધવું તમારા હાથમાં છે પણ તેને ઘટાડવું નહીં

વધુ વજનવાળાએ નિષ્ણાંતોની આ સલાહ માનવી જોઈએ. નિષ્ણાંતો કહે છે કે જેટલું વજન વધી ગયું છે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી. પણ તેને કાયમ રાખવાની જરૂર છે. હાલમાં જ થયેલાં એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે એક વખત વધી ગયેલું વજન ઉતારવું ઘણું અઘરું છે.

ઘણી વખત ખૂબ બધા વર્ક આઉટ કરવાથી વજન થોડા સમય માટે ઘટી જાય છે પણ થોડા દિવસોમાં તે પાછું જે હતું તે થઈ જાય છે. નેશનલ સર્વે ઓફ હેલ્થ એન્ડ ડેવ્લોપમેન્ટની એક મેડિકલ રિસર્ચ કાઉન્સિલે આ મુદ્દે એક સર્વે કર્યો હતો. તેમણે 25થી 55ની ઉંમરનાં 25000 લોકો પર આ સર્વે કર્યો હતો.

આ દરમિયાન જે પણ જાડા વ્યક્તિએ વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો થોડા સમયમાટે તેમનું વજન ઉતરી ગયું હતું પણ તેઓ જેમ તેમની રૂટિન લાઈફમાં પાછા વળતા કે ત્રણેક મહિનામાં તેઓમાં વધારાનું વજન પાછુ જોવા મળતું હતું.

કાઉન્સિલરના પ્રોગ્રામ લીડર ડૉ. રેબેકા હાર્ડીએ જણાવ્યું હતું કે લોકોએ તેમનાં વજન પર કાબુ મેળવતા શીખવું જોઈએ તેને વધવા ન દેવું જોઈએ નહીં કે તેને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.

જીન પ્રમાણે પુરૂષોમાં ધીરે ધીરે વજન વધે છે જ્યારે સ્ત્રીઓમાં 30ની ઉંમર બાદ અચાનક જ વજન વધારે દેખાવા લાગે છે.

જોકે રેબેકાએ ઉમેર્યું હતું કે, વજન ઘટાડવાના પ્રયાસો ન કરવાનો અર્થ એ નથી થતો કે તમે ડાયેટ પર ધ્યાન ન આપો કે પછી કસરત કરવાનું બંધ કરી દો.

Comments