નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હવે આ બોલ્ડ વિષયો પર પણ ફિલ્મો બનાવે છે બોલિવૂડ

 
- બોલિવૂડમાં સમાજની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ફેશન ઉદ્યોગના જિગેલો(પુરૂષ વેશ્યા) હોય, અવૈદ્ય હથિયારો હોય કે પછી ફિલ્મ અભિનેત્રી સાથે જોડાયેલા રહસ્યો...જેવા વિષયો પર બોલિવૂડ ફિલ્મો બનાવે છે.

ફેશન કોરિયોગ્રફારમાંથી ફિલ્મમેકર બનેલા કૌશિક ઘોષે પોતાની નવી ફિલ્મમાં એવ પુરૂષ મોડલ્સની ભૂમિકા રજૂ કરી છે કે, જેઓનું શોષણ થાય છે, ક્યારેક તો તે જિગેલો બનવા મજબૂર થાય છે. ફિલ્મનું ટાઈટલ કન્ફેશન્સ ઓફ અ મોડલ છે.

નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટની ફિલ્મ ઈન્ફોર્મર ગેરકાયદેસર હથિયારો પર આધારિત છે. આ ફિલ્મમાં રણદિપ હૂડા અને ઈમરાન હાશ્મી છે.

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની અનુપમ ખેરના અભિનયવાળી બુઠ્ઠા ઈન ટ્રાફિક જામમાં પણ એક સંવેદનશીલ અને સાચી ઘટના પર આધારિત છે. આમાં અરૂણોદય સિંહ તથા માહિ ગીલ છે.

રાજકુમાર ગુપ્તાએ કહ્યું હતું કે, આજકાલ લોકો આ જ જોવા માંગે છે, જે સમાજમાં થાય છે. ફિલ્મો માત્ર તેનું પ્રતિનિધિત્વ કરે છે.

ફિલ્મમેકર મધુર ભંડારકરની ફિલ્મ હિરોઈન પણ કેટલાંક કારણોસર અટવાઈ ગઈ છે. ઐશ્વર્યા રાય ગર્ભવતી બનતા જ આ ફિલ્મ ખોરંભે ચઢી ગઈ છે. આ ફિલ્મ બોલિવૂડની એક ખ્યાતનામ અભિનેત્રીના જીવનની કહાની છે.

મધુર જણાવે છે કે, ફિલ્મ હિરોઈન કોઈ પણ ફિલ્મ સ્ટાર્સના જીવનની સાહસિક વાર્તા છે. આ એક અભિનેત્રીની લોકપ્રિયતા પ્રાપ્ત કરવાની યાત્રા છે, જેમાં તેના અનુભવોની વાત કરવામાં આવી છે.

ફિલ્મ આલોચક ઉમર કુરૈશી આ રીતની ફિલ્મોને યોગ્ય માને છે. તે કહે છે કે, આ પ્રકારના વિષયો સાથે પ્રયોગ કરવો જોઈએ. ફિલ્મોદ્યોગ વિકાસ કરી રહ્યો છે અને સમાજ આગળ વધી રહ્યો છે. આ પ્રકારની ફિલ્મો બનાવનારાઓની સંખ્યા ઓછી છે. આ પ્રકારની ફિલ્મોના દર્શકો સીમિત છે.

પ્રકાશ ઝાએ કહ્યું હતું કે, ફિલ્મોમાં જ્યારે વાસ્તવિકતા હોય તે બાબત મને ઉત્તેજિત કરે છે.


Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા