નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

30 વટાવ્યાં પહેલાં આટલા કામ તો કરી જ લેજો!

 
દરેક વ્યક્તિના જીવનમાં વીસથી ત્રિસ વર્ષની ઉંમર ખૂબ જ ખાસ હોય છે. તેમનાં ખૂબ બધા સપના અને તેને પુરા કરવા પોતાનો જોમ પણ એટલો જ હોય છે. તેથી જ પોતાની ત્રીસી વટાવ્યાં પહેલાં આટલાં કામ તો તમારે પુરા કરી લેવા જોઈએ.

* આ જીવન પોતાના માટે પણ જીવી લો

-30ની ઉંમર પહેલાં પોતાનાં ઘરનું ઘર ખરીદવું ખૂબ જરૂરી છે. જો એમ ન બની શકે તો ઘર ખરીદવા માટેનાં 75 ટકા જેટલાં પૈસા તો ભેગા કરી લજ લેવા જોઈએ. તેનાથી આપની અંદર સુરક્ષા અને આત્મવિશ્વાસ બન્ને વધશે.

-ઉંમર કોઈપણ હોય તમારું તમારા વજન પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. જોકે 30 વર્ષ બાદ આપ આપના વજન પર નિયંત્રણ રાખી શકતાં નથી. તેથી તમારો 30માં જન્મ દિવસ ઉજવે તે પહેલાં ફિટનેસ પ્લાન કરી લો જેથી આગામી દાયકો એટલે કે આપના 40 વર્ષ સુધીમાં તમે જેવા 30 વર્ષમાં છો તેવા જ લાગો.

-આપના રસ પ્રમાણેની બૂક્સ વાંચતા રહો. 30 વર્ષ સુધીમાં તમે ઓછામાં ઓછી 15 બુક્સ તો તમારા ક્લેક્શનમાં રાખવી જ જોઈએ જે તમને ખુબ પસંદ પડી હોય. અને જેમાંથી તમને ઘણી પ્રેરણાં મળી હોય.

-તમારી પસંદીદા ગાડી ખરીદો. પછી ભલે તે સેકેન્ડ હેન્ડ કેમ ન હોય. તમારા સપના પુરા કરવાની પુરે પુરા પ્રયાસ કરો.

-સોશલ નેટવર્કિંગ સાઈટ્સ દ્વારા તમારા બાળપણના મિત્રોને શોધી તેમનો સંપર્ક સાધો. જીવનમાં તમારી જુની યાદોને તાજા કરવી પણ એક રોમાંચ છે.

-હિન્દી ગુજરાતી અંગ્રેજી ભાષા સિવાય તમને પસંદ હોય તે એક ભાષા જરૂરથી શીખો

-આપનો ઈન્શ્યોરન્સ જરૂરથી કઢાવી લો. ભવિષ્યમાં આપને ઘણો કામ લાગશે.

-બને તો દેશ-વિદેશના શેર પર જાઓ. જી હાં આ ઉંમરમાં બને તેટલી વધારે એડવેન્ચરિયસ ટૂર્સની મઝાં માણો, જિવનમાં આ જ ઉંમર છે જેમાં આપ મોટા માં મોટા ખતરા ઉઠાવી શકવાની તાકત ધરાવો છો.

-જ્વેલરી લો, આ આપને ભવિષ્યમાટે ખુબજ જરૂરી ઈન્વેસ્ટમેન્ટ છે.

-આપના મનમાં જે પણ ચાલતું હોય તેને શબ્દોમાં કંડારી આપનો બ્લોગ લખો. આપ ઈચ્છો તો આપની સાઈટ પણ બનાવી શકો છો.

-આ ઉંમરમાં બની શકે તો એક્સ્ટ્રા વર્ક કરો જેથી તમારા બધા જ ખર્ચા શોખ પુરા કરી શકો

-બંજી જંપિંગ, પેરા લેન્ડિંગ, ટ્રેકિંગ જેવા રોમાંચક ખેલ પણ આ ઉંમરમાં માણી જ લેજો. તેનો રોમાંચ આપને ખૂબજ ખાસ અહેસાસ કરાવશે.

-ફોટોગ્રાફીનો શોખ જરૂર રાખજો આ ઉંમરમાંના ખાસ પળોને કેમેરામાં કેદ કરવાનું ચુકતા નહીં ભવિષ્યમાં આ જ તમારી યાદો બનશે.

-પોતાને ખાસ સમજો અને તે માટે ગ્રુમિંગ પણ કરો. તમારી જાતને આત્મવિશ્વાસું બનાવો. આપની સ્ટાઈલ અને પર્સનાલીટી એવી રાખો કે આપને મળનારું આપને કદી ન ભૂલે

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા