નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સ્ટાઇલ સાથે માણો વરસાદની મજા


 
ઓફિસે જવું હોય અને વરસાદ આવતો હોય તો? આખરે બહાર નીકળવું જ પડે છે, તેમાંય આપણા ડ્રેસિંગ પર પાણી ફરી જાય છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, માર્કેટમાં હવે ઓફિસ ગોઇંગ ગર્લ્સ માટે ઉપલબ્ધ છે સ્ટાઇલશિ રેઇન વિયર

 
વરસાદની ઋતુ છે અને અન્ય તૈયારીઓની સાથે નોકરિયાત યંગ ગર્લ્સ માટે જરૂરી બની જાય છે રેઇનવિયરની ખરીદી - બૂટ, કેપ અને રેઇનકોટ. આખરે ઘરની બહાર નીકળવાનું આવે અને વરસાદ પડી રહ્યો હોય તો કેવી રીતે બહાર જવું?

 
વરસાદની ઋતુને ધ્યાનમાં રાખતાં ખૂબ જ સુંદર પેટર્ન, રંગ અને પ્રિન્ટ્સમાં રેનવિયર માર્કેટમાં ઉપલબ્ધ છે. તમે તમારી રુચિ, કપડાં, સ્ટાઇલ અને પસંદ અનુસાર રંગ અને પેટર્નમાં રેઇનવિયરની ખરીદી કરી શકો છો. હાલ તો ચટક અને ફ્લોરોસેન્ટ રંગોથી લઈને હળવા રંગો સુધીના, પ્લેનથી લઈને સુંદર ફૂલોની પ્રિન્ટ વાળા રંગબેરંગી મોટા મોટા ડોટ્સ પણ મળી રહ્યા છે.

 
જો તમને એમ લાગતું હોય કે એક જ રંગના રેઇનવિયર પહેરવાથી કંટાળી ગયાં છો તો ટ્રાન્સપરેન્ટ અજમાવી જુઓ. તેમાં તમારાં કપડાંના રંગ સુંદર રીતે ઊભરી આવશે. આ સાથે એક જેવા રંગનો રેઇનકોટ પણ નહિ લાગે અને તમારાં કપડાંના રંગો પણ દેખાશે. તો બીજી બાજુ સફેદ, કાળા, પીળા કે લીલા રંગના રેઇનકોટ પણ હાલ ચલણમાં છે. હવે તેને તમે રેઇનકોટ પણ નહિ કહી શકો, કારણ કે કોટ સિવાય તેની સ્ટાઇલ અને પેટર્નમાં પણ નવીનતા જોવા મળી રહી છે.

 
પોન્ચો સ્ટાઇલ ઇન

 
લાંબા અને ઢીલા વન પીસ કોટ તથા પેન્ટ-ટોપની સાથે સાથે તમને માર્કેટમાં સ્કર્ટ-ટોપ, ફ્રોકની સાથે પોન્ચો સ્ટાઇલનાં પણ રેઇનવિયર મળશે. ઉપરાંત પરંપરાગત રેઇનકોટમાં પણ ઘણા બધા વિકલ્પ જોવા મળી રહ્યા છે.

 
સ્ટાઇલમાં પણ વિવિધતા

 
મોટા કોલરવાળો સુંદર લાંબો કોટ તથા શિયાળાના દિવસોમાં પહેરવામાં આવતા થોડા નાના કોટની જેમ બેલ્ટ વાળા કોટ અને ડબલ બ્રેસ્ટ કોટ સ્ટાઇલના રેઇનકોટ પણ હાલ ઇન ટ્રેન્ડ છે. તેમાં તમને ફક્ત સ્ટાઇલ જ નહિ, પરંતુ સુવિધા પણ મળશે. આ પ્રકારના ડ્રેસ માટે અલગ અલગ રેઇનવિયર માર્કેટમાં સરળથી મળે છે.

 
ડ્રેસિંગને અનુરૂપ રેઇનવિયર

 
એટલું જ નહિ, તમારી પાસે રેઇનકોટમાં પેરાશૂટ મટીરિયલ, પ્લાસ્ટિક મટીરિયલ તથા રબર મટીરિયલ જેવા ઘણા વિકલ્પો છે. તેમાં પણ વરસાદને અનુકૂળ રંગ અને પ્રિન્ટ મળી રહેશે. સામાન્ય રીતે રેઇનકોટની રેન્જ ૨૫૦ રૂપિયાથી શરૂ થાય છે અને એક હજાર રૂપિયામાં તમે બ્રાન્ડેડ રેઇનકોટ ખરીદી શકો છો. આમ તમે પોતાની પસંદ, વ્યક્તિત્વ અને ડ્રેિંસગને અનુરૂપ રેઇનવિયર ખરીદી શકો છો. ભલેને તમે કોટ લો કે પછી ફ્રોક અથવા તો ટ્રાન્સપરેન્ટ, ફ્લોરોસેન્ટ, પ્લેન કે બે રંગ વાળા રેઇનવિયર, વરસાદમાં પણ તમે સ્ટાઇલશિ બની રહેશો.

 
ચોમાસાની સિઝનમાં ઓફિસ ડ્રેસઅપમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. રેઈનકોટ કે છત્રીની પસંદગી પણ કાળજીપૂર્વક કરવી જોઈએ, બની શકે તો એ તમારા ડ્રેિસગને મેચિંગ હોવું જોઈએ.


Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા