નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમૂલ દૂધના ભાવમાં R એકથી બેનો વધારો

 
  સુરતમાં સુમૂલ અને આણંદ-ખેડા જિલ્લામાં અમૂલ ડેરી બાદ ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ)એ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અમૂલ દૂધની જુદી જુદી બ્રાન્ડના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા એકથી બેનો વધારો કર્યો છે, જે સોમવાર-૨૫મી જુલાઈથી અમલી બનશે. દૂધ ઉત્પાદનનો ખર્ચ વધતાં ખેડૂતોને ઊંચા ભાવ ચૂકવવા પડતાં હોવાથી ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જી.સી. એમ. એમ.એફ.ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ કહ્યું હતું કે, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં રપમી જુલાઈથી અમૂલ દૂધમાં પ્રતિલિટર R એકથી બેનો વધારો કરવામાં આવી રહ્યો છે. અમૂલ તાજા અને સ્લીમ એન્ડ ટ્રીમમાં પ્રતિ લિટર R એક તથા અમૂલ ગોલ્ડ, અમૂલ સ્ટાન્ડર્ડ(શકિત અને ટી સ્પેશિયલ)માં પ્રતિ લિટર R બેનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને પશુપાલન પાછળ થતો ખર્ચ વધી રહ્યો છે. જેથી ખેડૂતોને દૂધના ભાવ વધુ ચૂકવવા પડે તેમ હોવાથી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એમડીએ ઉમેર્યું હતું કે, અમદાવાદ, સૌરાષ્ટ્ર, આણંદ-ખેડા(ચરોતર) તથા પંચમહાલમાં રપમી જુલાઈથી દૂધમાં ભાવવધારાનો અમલ થશે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, વડોદરા જિલ્લામાં એકાદ અઠવાડિયામાં ભાવ વધારાનો અમલ કરાશે.

દૂધ ઉત્પાદકોને અપાતાં ભાવમાં ર૩ ટકાનો વધારો

જીસીએમએમએફના એમ.ડી આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદકોને દૂધના અપાતાં ભાવમાં સરેરાશ ર૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને દૂધના પૂરતાં ભાવ નહીં ચૂકવવામાં આવે તો પશુપાલન વ્યવસાય છોડી દેશે. વરસાદ ખેંચાઇ રહ્યો હોવાથી ઘાસચારાની કિંમત વધી રહી છે. મજૂરીનો ખર્ચ બે ગણો થઇ ગયો છે. શહેરની જેમ ગામમાં પણ ફુગાવાની અસર છે. દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય માટે દૂધના વધુ ભાવ ચૂકવવા પડે છે.

દિલ્હી કલકત્તા માટે નિર્ણય લેવાયો નથી

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (અમૂલ ડેરી)ના મેનેજિંગ ડિરેક્ટર રાહુલકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મુંબઈમાં અમૂલ દૂધના ભાવમાં એક મહિના અગાઉ જ વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને કલકત્તામાં અમૂલ દૂધના ભાવ વધારા અંગે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા