નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જાણો બોયફ્રેન્ડ તમને પ્રેમ કરે છે કે પછી ટાઈમપાસ?

 
ઘણી વખત એમ બનતું હોય છે કે તમે અને તમારો બોયફ્રેન્ડ ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છો તમને એના માટે ખુબજ પ્રેમ છે પણ એ કેવી રીતે જાણશો કે શું તે ખરેખરમાં તમારામાં રસ ધરાવે છે કે પછી ફક્ત ટાઈમપાસ જ કરે છે.

નીચેની નિશાનીઓ જણાવશે કે એ તમારામાં રસ ધરાવે છે કે નહીં...

• નજરથી નજર મેળવો

જો છોકરો તમારામાં રસ નહીં ધરાવતો હોય તો એ વાતચીત દરમ્યાન આમતેમ જોયે રાખશે. હોઈ શકે એને કોઈ બીજામાં રસ હોય.

• બોડી લૅંગ્વેજ

જો એના પગ વિરુધ્ધ દિશામાં હોય, શરીર પાછળની બાજુએ ઢાળીને બેસેલો હોય અને એના ચહેરાના હાવભાવ વાતચીત એક સમાન જ હોય તો સમજી જાવ કે એને તમારી વાતોમાં બિલકુલ જ રસ નથી.

• તમને ખોટા નામે બોલાવે

તમે પહેલી વાર મળો છો એનો અર્થ એ નથી કે એને તમારુ નામ પણ યાદ ન રહે. જો એને તમારામાં રસ હોય તો એ તમારુ નામ તો યાદ રાખી જ શકેત.

• એના કોઈ ‘સિંગલ’ મિત્ર સાથે તમારી ઓળખાણ કરાવે

છોકરો તમને એના કોઈ ‘સિંગલ’ મિત્ર સાથે તમારી ઓળખાણ શા માટે કરાવે? એનો મતલબ છે કે એને નહીં પણ કદાચ એના મિત્રને તમારામાં રસ છે.

• વાતને ટૂંકાવી દે

જે છોકરાને તમારામા જરા પણ રસ હશે એ તમારી દરેક વાતને ધ્યાનથી સાંભળશે પછી ભલે એ તમારી વાત સાથે સહેમત ન પણ હોય. જો એ તમારી દરેક વાતને ટૂંકાવી દે તો સમજી જાવ કે અહીં તમારી દાળ ગળવાની નથી

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા