નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સંબંધોમાં સેક્સ જરૂરી છે પણ ફક્ત સેક્સ જ જરૂરી નથી!

દાંપત્યસંબંધ બે તનનો નહીં, મનનો પણ સંબંધ છે. જોકે આ વાત કેટલા દંપતીઓ સમજતાં હશે એ વિશે કહી શકાય નહીં. મોટા ભાગે તો આપણા સમાજના યુવક-યુવતીઓ એવું જ માને છે કે લગ્ન થયા એટલે શારીરિક સંબંધ અને તેને ઇચ્છો એટલી વાર મોજ માણવાની સમાજ તરફથી છુટ મળી ગઇ. ખરેખર એવું નથી હોતું. દાંપત્યજીવન ત્યારે જ સાચા અર્થમાં સફળ ગણાય જ્યારે પતિ-પત્ની એકબીજાને તન અને મનથી સાચા સાથીદાર સમજતાં હોય.
પતિ જો એવું જ માનીને ચાલે કે લગ્ન થઇ ગયાં.

હવે તો પત્ની સાથે ગમે ત્યારે ગમે તેટલી વાર સંબંધ બાંધું, ભલે ને પત્નીની ઇચ્છા હોય કે ન હોય તો આ ખોટું છે. પત્ની પણ આખરે જીવિત વ્યક્તિ છે. એની પણ ઇચ્છા, લાગણી અને મન છે. ક્યારેક બની શકે કે પત્ની કોઇ કારણસર સંબંધ બાંધવા ઇચ્છુક ન હોય અથવા તો એને થાક લાગ્યો હોય ત્યારે પોતાની ઇચ્છા પૂરી કરવા ઘણી વાર પતિ દબાણ કરે છે. આવું થાય ત્યારે પત્ની પતિની ઇચ્છા પૂરી તો કરે છે, પણ એ પ્રેમ નથી, લાગણી નથી. એ માત્ર ઇચ્છાપૂર્તિનું એક સાધન છે. આ રીતે બાંધેલો સંબંધ પણ આનંદ ન આપતાં યાંત્રિક ક્રિયા બનીને જ રહી જાય છે.

ઘણા પુરુષો એવા હોય છે જેમને રોજેરોજ સંબંધ બાંધવા જોઇએ છે. જો ક્યારેક પત્ની ના કહે અથવા એની ઇચ્છા ન હોય તો પણ પરાણે સંબંધ બાંધવા માટે તૈયાર કરે છે. આ લાગણી નથી કે સંબંધની આમાં ગરિમા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આ ઉષ્માભર્યા પ્રેમ અને અંતરંગ સંબંધને બદલે શારીરિક અત્યાચાર એટલે કે એક રીતે કહો તો બળાત્કાર જ કહેવાય. સંબંધમાં અતિરેક ક્યારેય ન હોવો જોઇએ.

એ તો અરસપરસના પ્રેમ, લાગણી અને ઇચ્છાથી દંપતી સાથે મળીને બાંધે છે અને તેમાં નાવીન્ય લાવવાનો પ્રયત્ન કરી દાંપત્યજીવનને વધારે આનંદમય બનાવે છે. તેના બદલે રોજ સંબંધ બાંધવાનો આગ્રહ એ અતશિયોિકત તો છે જ, પણ અતશિયોક્તિના સ્થાને તમે પત્ની પર અત્યાચાર કરો છો એમ કહીએ તો પણ અયોગ્ય નહીં લાગે. કોઇ પણ બાબતમાં અતિની ગતિ ક્યારેય સારી નથી હોતી. ભલે ને એ પ્રેમ હોય કે પછી સાથીદાર સાથેના સંબંધ, પણ જ્યારે તેમાં અતિરેકતા ભળે છે ત્યારે તેની ઉષ્મા મરી પરવારે છે.

લગ્ન કર્યા છે, તો સાથીદાર તમારા જ છે. તેનો અર્થ એવો પણ નથી થતો કે તમે સાથીદાર સાથે પાશવી, ઉષ્માહીન વર્તન કરો. એની લાગણીને સમજો નહીં કે એની સમસ્યા કે તકલીફ પ્રત્યે બેદરકારી દાખવી માત્ર તમારા જ સુખનો વિચાર કરો. તમે એકાદ-બે દિવસ કે અઠવાડિયા સુધી સંબંધ નહીં બાંધો તો તમારા સંબંધમાં કે લાગણીમાં ઓટ નહીં આવી જાય, પણ આ વાત બહુ ઓછા લોકો સમજે છે.

મોટે ભાગે તો લગ્ન એટલે શારીરિક ઇચ્છાપૂતિg કરવાની અનુમતિ અને પત્ની એટલે ઇચ્છાપૂર્તિનું સાધન માનીને કેટલાક પુરુષો એવી રીતે વર્તન કરે છે કે તેમના સંબંધમાં આગળ જતાં નરી યાંત્રિકતા આવી જાય છે. ઉષ્મા અને લાગણીને ક્યાંય સ્થાન નથી હોતું. પત્ની પોતાના પતિની ઇચ્છા સંતોષે છે, પણ તે પોતાની ફરજના ભાગરૂપે. એમાં એની ઇચ્છા સામેલ નથી હોતી.

આમ કરીને તો પુરુષ ઊલટાનો સાથીદારના મનમાંથી ઉતરી જાય છે કેમ કે પત્નીને લાગે છે કે પતિને માત્ર પોતાના શરીરમાં રસ છે અને એના માટે પોતે શારીરિક જરૂરિયાત સંતોષવાનું સાધનમાત્ર છે. આવી ગ્રંથિ જ્યારે પત્નીના મનમાં ઘર કરવા લાગે છે, ત્યારે ધીરે ધીરે સંબંધ પોતાની ઉષ્મા ગુમાવી દે છે. અંતે એક સમય એવો આવે છે જ્યારે પતિ-પત્ની એક જ છત નીચે રહેતાં બે અપરિચિત વ્યક્તિ સમાન બનીને રહેવા લાગે છે. તેમની વચ્ચે થતાં પ્રેમાળ સંવાદ, સ્પર્શ, લાગણી કે પ્રેમને સ્થાન નથી હોતું. માત્ર બે વ્યક્તિઓ સમાજના રીતરિવાજની બેડીમાં જકડાઇને પોતાના દાંપત્યને નિભાવ્યે જાય છે, નિભાવવું પડે છે એટલા માટે.

જો આપણે ત્યાં પશ્ચિમની માફક પતિ-પત્નીને એકબીજા સાથે ન ફાવે તો સહેલાઇથી છુટા પડી જવા જેવી સુવિધા હોય તો ઘણા દંપતી પોતાના સાથીદારથી અલગ થઇ જવા તૈયાર થઇ જાય. ખાસ કરીને સ્ત્રીને હજી આ બાબતમાં સમાજે આજે એકવીસમી સદીમાં પણ એટલી મુકત અને પોતાની ઇચ્છા પ્રમાણે રહેવાની આઝાદી નથી આપી. આ કારણસર કેટલાય દંપતી સમાજની નજરે સુખી અને સમૃદ્ધ દાંપત્યજીવન ભલે જીવતાં હોય, પણ શયનખંડની દુનિયાની વાસ્તવિકતા અલગ જ હોય છે. ત્યાં અપવાદરૂપ કિસ્સાને બાદ કરતાં આજના જમાનામાં પણ પુરુષની ઇચ્છા જ સર્વોપરિ માનવામાં આવે છે.

પુરુષ - પતિ જો એટલું સમજે કે સ્ત્રી - પત્ની પણ પોતાની અધાઁગિની છે, એક વ્યક્તિ છે. એને પણ પોતાની ઇચ્છા, માન-સ્વમાન હોય છે અને પ્રેમ પ્રાપ્ત કરવાની તેમ જ આપવાની ઇચ્છા હોય છે. એ માત્ર ઇચ્છાપૂતિgનું સાધન નથી તો કંઇકેટલાય દંપતીના સંબંધોમાં તિરાડ પડતી અટકી જાય અને તેમનું દાંપત્યજીવન વધારે આનંદ અને સુખમય બની શકે. ભલે આજે સ્ત્રીને સમાજ ગમે એટલું માન આપતો હોય છતાં જ્યારે અંગત સંબંધની વાત આવે ત્યારે આ જ સમાજ પુરુષપ્રધાન બની જાય છે. પત્નીએ એ જ કરવું પડે છે જે પતિ ઇચ્છે છે. પત્નીને સંબંધમાં સમાન સ્થાન આપીને સંબંધનું ગૌરવ અને અંગત સંબંધમાં થોડો સંયમ દાખવીને તેની ઉષ્મા જાળવી રાખવાનું તો આખરે પતિના જ હાથમાં છે. સંબંધમાં એકબીજાની ઇચ્છાને સમજી, માન આપી અને સ્વમાનભેર જીવવું એ જ સાર્થક સંબંધ છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા