નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સુખી દામ્પત્ય જીવન માટે આટલું કરો!

કહેવાય છે કે લગ્ન એક લોટરી જેવા હોય છે. જો તમે એવા વ્યક્તિને પરણ્યા છો જે દિલથી સાફ છે પરંતુ થોડી અહંકારી છે તો ચિંતા ન કરો. જો તમે ઈચ્છતા હોવ કે તેની અંદર રહેલ અહંકાર હંમેશા માટે સમાપ્ત થઈ જાય તો તમારે થોડી ઓછી મહેનત કરવી પડશે.

તેની દરેક નાની-મોટી સફળતા પર તેની પ્રશંસા કરવાનું ન ભૂલો. તે ગમે તે કામ કરે તો તેના વખાણ કરો પણ એક સીમામાં રહીને. તેને અહેસાસ કરાવો કે તે ખરેખર એક સારો પતિ છે.

જ્યારે પણ તે તમારી સાથે દલિલ કરવા લાગે તો તમે શાંત રહો અને તેના પ્રશંસાના પુલ બાંધવા લાગો. પ્રશંસા કરતી વેળાએ તેના પર દબાણ લાવો જેથી તે જાતે જ બોલી ઉઠે કે તેને કંઈ જ ખબર નથી પડતી અને તે એટલો પણ સમજદાર નથી જેટલો તમે માનો છો.

તેના વિચારોમાં નિખાલસતા આવશે અને તમારા સંબંધોમાં મિઠાસ પણ. અહંકારી લોકો સાથે એક સારી વાત એ હોય છે તેઓ પ્રેમની ભાષા સમજે છે.

આટલું ધ્યાન જરૂર રાખો

-જો આપનો પતિ આપ માટે ક્યારેક ચા કે મેગી બનાવે છે ભલે તે ગમ્મે તેવી બની હોય તેના વખાણ જરૂર કરશો, તેણે આપ માટે પ્રેમથી કંઈક નવું કરવાનો પ્રયાસ તો કર્યો છે
-જો આપ માટે ક્યારેક ગિફ્ટ લાવે તો તેને આવી તકે હગ આપવાનું કે કિસ આપવાનું ભૂલશો નહીં
-ક્યારેક એમ બને પણ ખરાં કે તેની લાવેલી ગિફ્ટ આપને પસંદ ન પણ પડે પણ તેને તુંરત કહેશો નહીં, નહીંતર બીજી વખત ગિફ્ટ મેળવવી સપનું બની જશે
-તેને આપ માટે પ્રેમ છે પણ તેને તેનો અહેસાસ કરવતા વાર લાગે છે. તો આપ થોડી પેસન્શ રાખો અને તેના સ્વભાવને સમજવાનો પ્રયાસ કરો. બસ પછી જુઓ તેનો પ્રેમ

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા