નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નિષ્ફળતાથી નાસીપાસ ન થવું

શું માણસના ભવિષ્યનો આધાર તેના પરીક્ષાના પરિણામ ઉપર જ આધારિત છે? દરેક વખતે આનો જવાબ હા જ હોય તેવું જરૂરી નથી. એવું નથી કે સારાં પરિણામનું કંઇ મહત્વ નથી, પરંતુ નબળા પરિણામથી નાસીપાસ થવાની પણ જરૂર નથી. જરૂર છે પોતાના પર વિશ્વાસની અને મહેનત કરવાની. હું એવા લોકોને જાણું છું જેમની જિંદગી નબળાં પરિણામોમાંથી પસાર થઇ હતી, પરંતુ તેમની આજ નબળી નથી.

એક મિત્રના સંબંધીના દીકરાને બારમા ધોરણમાં સારા માકર્સ આવ્યા નહીં કારણ ભણવામાં રુચિ જ નહોતી. તેણે બી.એસસી.માં એડમિશન લીધું. ત્યાર બાદ તેને ભણવાનું ગમવા માંડ્યું. તે છોકરો બી.એસસી.માં બધા વર્ષમાં પ્રથમ વર્ગમાં પાસ થયો. તેને તેના આધારે આગળ ભણવા માટે યુએસએની સ્કોલરશિપ મળી અને તે પીએચ.ડી. માટે યુએસએ ગયો. આજે તે યુએસએમાં સારી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

બીજા એક મિત્રનો દીકરો ભણવામાં હોશિયાર હતો. ડોક્ટર પિતાને દીકરો ડોક્ટર બને તેવી ઇચ્છા હતી. બારમા ધોરણમાં ધાર્યા માકર્સ આવ્યા નહીં. ડોક્ટર મિત્રએ ડોનેશન આપવાની તૈયારી રાખી હતી, પરંતુ છોકરાએ બી.સી.એ. કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં પિતાને ન ગમ્યું, પરંતુ બી.સી.એ.માં સારા માકર્સ મેળવીને એણે એમ.સી.એ. કર્યું. એમ.સી.એ. થયેલા દીકરાને પીએચ.ડી. કરવા માટે અમેરિકાની યુનિવર્સિટીએ હા પાડી અને તે અંગે અમેરિકન કોન્સ્યુલેટે વિઝા પર સિક્કો મારી દીધો, ત્યારે પિતાની ખુશીનો પાર ન રહ્યો. આ દીકરો હાલ અમેરિકામાં સારી કંપનીમાં નોકરી કરે છે.

આ જ રીતે એક હોશિયાર છોકરો થોડા માર્કસ માટે મેડિકલ લાઇનમાં પ્રવેશથી વંચિત રહી ગયો. તેણે પણ બીબીએમાં પ્રવેશ લીધો. તે સાથે તેણે સી.એ.નો અભ્યાસ શરૂ કર્યો. મૂળ વિજ્ઞાનનો વિદ્યાર્થી પણ હોશિયાર હોવાથી તેને બહુ તકલીફ ન પડી. બી.બી.એ. પૂરું કરી એમ.બી.એ. ચાલુ કર્યું, પરંતુ એમસીએની પરીક્ષા પહેલાં તેણે સી.એ.ની પરીક્ષા પ્રથમ પ્રયત્નમાં પાસ કરી. અત્યારે તેને મહિને પચાસ હજારની નોકરીની ઓફર છે. આનો મતલબ એ છે કે સફળતા મેળવવા માટે ક્યારેક નસીબે ઓછી યારી આપી હોય તો નાસીપાસ થવું નહીં. એ કદાચ આગળની સીડી માટેનું પગથિયું પણ હોઇ શકે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ