નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઓનલાઇન સફળતાની સીડી

પૂણેનાં પ્રવિતાબહેને ૨૦૦૯માં ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો, ત્યારે એમને કલ્પના પણ નહોતી કે આ શરૂઆત રાજસ્થાનની પ્રખ્યાત થેવા કલાને દુનિયાભરમાં પ્રખ્યાત કરી દેશે. બેંગલુરુની કાકોલી ઓનલાઇન બિઝનેસ દ્વારા એ ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યોની હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટની વસ્તુનો પ્રચાર કરે છે.

આ ઉદાહરણો એવી મહિલાઓનાં છે, જે પોતાના વ્યવસાયમાં ઇન્ટરનેટના માધ્યમથી ઝડપથી પ્રગતિ કરી રહી છે. ઇન્ટરનેટે ભૌગોલિક અંતરમાં તો ઘટાડો કર્યો જ છે, તે સાથે વેપારની સીધી પદ્ધતિઓમાં પણ પરિવર્તન આણ્યું છે. તમે પણ ઇન્ટરનેટના માધ્યમથી ઘરેબેઠાં બિઝનેસ કરવાની ઇચ્છા પૂરી કરી શકો છો.

કેવી રીતે કરું શરૂઆત?: જો તમને કોમ્પ્યૂટરની થોડીઘણી જાણકારી હોય તો ઓનલાઇન બિઝનેસ કરવાનું તમારા માટે અત્યંત સરળ છે. જવેલરી, કપડાં, પુસ્તકો, હસ્તકલા વગેરે જેવી અનેક વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરી શકાય છે. ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરવાનું પસંદ કર્યા પછી અગત્યનું છે - તમારી બિઝનેસ વેબસાઇટનું ડિઝાઈનિંગ અને તેનું લોંચિંગ

આકર્ષક હોય વેબસાઇટ: વધારે સારા પરિણામ મેળવવા માટે બિઝનેસ વેબસાઇટ આકર્ષક અને ઉપયોગમાં સરળ હોય એવી હોવી જોઇએ. એ માટે પ્રોફેશનલ વેબ ડિઝાઈનરની મદદ લઇ શકો. એક વેબસાઇટ બનાવવા માટે સામાન્ય રીતે વીસથી પચીસ હજારનો ખર્ચ થઇ શકે છે. ઉપરાંત, તેનો આધાર તમે સાઇટ પર કેટલા ઉત્પાદનો મૂકવા ઇચ્છો છો તેના પર પણ રહે છે. વેબસાઇટની પબ્લિસિટી માટે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (એસઇઓ)નો ઉપયોગ કરો. આથી કોઇ પણ વ્યક્તિ સર્ચ એન્જિનમાં તમારા બિઝનેસ અંગેની જાણકારી કે શબ્દ લખે કે તરત તમારી સાઇટની લિંક પરિણામોના પ્રથમ પાનાંમાં જ જોવા મળશે. એટલે કે આ વિકલ્પ અપનાવીને તમે વધુમાં વધુ લોકો સુધી તમારા બિઝનેસની માહિતી પહોંચાડી શકશો.

ચૂકવણીના વિકલ્પ: ઓનલાઇન બિઝનેસમાં ચૂકવણી પણ ઓનલાઇન જ થાય. તે માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા પે-પાલના વિકલ્પ પસંદ કરી શકાય. આ ત્રણેય વિકલ્પોમાં ગ્રાહકે કેશ પેમેન્ટની જરૂર નથી પડતી કેમ કે પેમેન્ટ ઇલેકટ્રોનિક ટ્રાન્સફર દ્વારા તેના બેંક એકાઉન્ટમાંથી કરી દેવામાં આવે છે.

પડકાર: ઓનલાઇન બિઝનેસમાં સૌથી મોટો પડકાર વિશ્વસનીયતા અને આબરૂનો છે. લોકો આ કારણસર ઓનલાઇન ખરીદી કરતાં નથી. આ માનસિકતા બદલાવામાં સમય લાગશે. કોમ્પ્યૂટર શિક્ષણનો અભાવ પણ આમાં અવરોધક છે.

નોંધ : આ બધા કાર્યમાં નિષ્ણાતોની સલાહ અને મદદ લેવી હિતાવહ રહેશે.

Comments

Popular posts from this blog

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Spider Climbing On Body: કરોળિયાના શરીર પર ચઢવાના છે અનેક શુભ અને અશુભ અર્થ, જાણો