નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

પાક.ના જવાનોની વધુ એક હેવાનિયત વીડિયો સ્વરૂપે પ્રગટ થઈ

- વીડિયો ફેસબૂક પર અપલોડ કરાયો

- આંખે પાટા બાંધી ચાર પુરૂષોને ઢોર માર મારતા દર્શાવતો વીડિયો



પાકિસ્તાનના રેન્જર્સ દ્વારા કરાચીમાં એક યુવકને જાહેરમાં ગોળી મારીને પતાવી દેવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં પાકિસ્તાનના સંરક્ષણ દળના જવાનો દ્વારા આંખે પાટા બાંધેલ ચાર વ્યક્તિઓને ઢોર માર મારવાનો વીડિયો જાહેરમાં આવતા પાકિસ્તાનના અર્ધલશ્કરી દળોની હેવાનિયતનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.

આ નવો વીડિયો ફેસબૂક જેવી સોશિયલ મીડિયા સાઈટ પર આ સપ્તાહે અપલોડ કરવામાં આવ્યો હતો જેમાં આંખે પાટા બાંધેલા ચાર લોકોને ઢોર માર મારતા પાકિસ્તાનના અર્ધલશ્કરી દળોના જવાનોને બતાવવામાં આવ્યા હતા.

આ અંગેના અખબારી અહેવાલોમાં એમપણ જણાવવામાં આવ્યું હતું કે આ વીડિયોમાં ઢોરમારને કારણે ચીસો પાડી રહેલા વ્યક્તિઓનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો અને તેમને માર મારીને વિકૃત આનંદ લઈ રહેલા સુરક્ષાદળના જવાનો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા