નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આ જમાનામાં દીકરા કરતાં દીકરી કુળને તારે છે!

સામાન્ય રીતે સંતાનમાં દીકરી જન્મે કે દીકરો તેના માટે પુરુષના ગ્રહો ઉપરાંત તેના રંગસૂત્રો પણ જવાબદાર હોય છે. પુત્રસુખની ઇચ્છા ધરાવનારા લોકોએ એટલું સમજી લેવું જોઇએ કે આજના જમાનામાં દીકરાની સરખામણીએ દીકરી વધારે સારી નીવડે છે. દીકરો તો એક જ કુળને તારે છે, જ્યારે દીકરી સાસરે જઇને પિતા તેમ જ પતિ એમ બંને કુળને તારે છે.

ગુરુ શનિ અને નેપચ્યુન વચ્ચેનો શુભ યોગ સૂક્ષ્મ જગતમાં ઘણા અવતારી પુરુષો કે મહાપુરુષોને જન્મ આપશે! તમે પણ બે વર્ષ રાહ જોઇ શકો તો પવિત્ર રહીને સ્વામી વિવેકાનંદ જેવા સંતાનને જન્મ આપી શકો.

પ્રશ્ન : મારા એક વાર ડિવોર્સ થઇ ચૂક્યા છે. મારી ઉંમર ૩૮ વર્ષની છે. ઘણા પાત્રો જોયા પછી પણ લગ્નનું ગોઠવાતું નથી. લગ્ન ક્યારે?- દીપક રાવલ (કડી)

ઉત્તર : પ્રથમ લગ્નસુખ માટે કુંડળીના સાતમા સ્થાનનો વિચાર કરવામાં આવે છે પણ બીજી વારના લગ્ન માટે બીજા અને અગિયારમા સ્થાનનો વિચાર કરવો પડે. તમારે બીજે રાહુ છે અને અગિયારમો મીનનો ગુરુ છે. વૃષભ લગ્નની તમારી કુંડળીમાં પ્રથમ ભાવે ગુરુ આવે તે પછી જ બીજા લગ્નનું ગોઠવાય તેથી જૂન ૨૦૧૨ પછીના એક વર્ષમાં તમને કોઇ પાત્ર જરૂર મળી જશે. હજુ એક વર્ષ પ્રતીક્ષા કરો.

પ્રશ્ન : મારી અને મારી પત્નીની કુંડળીઓ આ સાથે મોકલી છે. અમારે એક બેબી છે. હવે પુત્રજન્મના યોગો ક્યારે છે જેથી અમે એ પ્રમાણે પ્લાનિંગ કરીએ.- મનીષ શાહ (મુંબઇ)

ઉત્તર : તમારી પોતાની કુંડળીમાં જ પુત્રસુખ જોવાતું હોય છે, પત્નીની કુંડળીમાં નહીં. તમારે નીચ રાશિનો ગુરુ એક તો છઠ્ઠા ભાવે છે અને બે પાપ ગ્રહોની વચ્ચે ફસાયેલો છે. પાંચમા ભાવનો અધિપતિ પણ ગુરુ પોતે જ છે જે નવમાંશ કુંડળીમાં કેતુ સાથે છે તેથી તમારામાં Y રંગસૂત્રોની કમી છે. પુત્રસુખની શક્યતા નહિવત્ છે. દીકરીના જન્મને વધાવી લો. દીકરી આ જમાનામાં દીકરા કરતાં પણ સવાઇ નીકળે છે.

પ્રશ્ન : મારા દીકરાને ૧૨મા ધોરણમાં સાયન્સમાં ૮૭ ટકા આવેલા છે. એના ગ્રહો પ્રમાણે એણે કઇ લાઇન લેવી જોઇએ?- શરદ દેસાઇ (સુરત)

ઉત્તર : તમારા દીકરાની સિંહલગ્નની કુંડળીમાં ચોથા ભાવે વૃશ્વિકનો ચંદ્ર છે જે દસમા ભાવને જુએ છે. દસમા સ્થાને વૃષભનો સ્વગૃહી શુક્ર છે. એના માટે બેસ્ટ લાઇન હોટલ મેનેજમેન્ટ છે. ભવિષ્યમાં પોતાની હોટલ કે કેટરિંગ સર્વિસિસ ચાલુ કરવાના યોગો છે તેથી કેટરિંગ, ફૂડ પ્રોસેસિંગ વગેરે કોર્સ પણ શ્રેષ્ઠ રહેશે. ચંદ્ર શુક્રના સંબંધો હોટલ, ખાણીપીણી, ડેરી ઉદ્યોગ વગેરેમાં સફળતા આપે છે.

પ્રશ્ન : અમારે એક એવા સંતાનની ઇચ્છા છે જે સંપૂર્ણપણે આધ્યાત્મિક હોય. જે અમારા કુળને તારે. અમારા લગ્ન છ મહિના પહેલાં જ થયાં છે અને અમે બંને ધ્યાન, યોગ, પ્રાર્થના વગેરેમાં ખૂબ રસ લઇએ છીએ. શું અમારા બંનેની કુંડળીમાં આવા ઉચ્ચ આત્માનું અવતરણ દેખાય છે?- શૈશવ, મિતાલી (મુંબઇ)

ઉત્તર : આપના આ પ્રશ્ન માટે આપ બંનેને અભિનંદન! દરેક ઉચ્ચ આત્માને પૃથ્વી ઉપર જન્મવા માટે ચોક્કસ ગ્રહ સ્થિતિનો ઇંતેજાર કરવો પડે છે. આવી એક ગ્રહસ્થિતિ ૧૫ નવેમ્બર ૨૦૧૧ થી ૧૬ મે ૨૦૧૨ વચ્ચે છે જ્યારે ગુરુ શનિ એટલે કે જીવ અને શિવ સામસામે હશે. છતાં અમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ પવિત્ર ઉચ્ચ આત્માઓનું અવતરણ પૃથ્વી ઉપર જૂનથી ઓગસ્ટ ૨૦૧૩ દરમિયાન થશે. ૨૦૧૩ના આ ત્રણ મહિના દિવ્ય ચેતનાની જાગૃતિના છે. જે બાળકો આ ત્રણ મહિનામાં જન્મ લેશે તે પોતાના પાછલાં સંચિત કર્મોના પ્રતીક રૂપે ઇશ્વરના માર્ગે આગળ વધનારાં જ હશે! ગુરુ શનિ અને નેપચ્યુન વચ્ચેનો શુભ યોગ સૂક્ષ્મ જગતમાં ઘણા અવતારી પુરુષો કે મહાપુરુષોને જન્મ આપશે! તમે પણ બે વર્ષ રાહ જોઇ શકો તો પવિત્ર રહીને સ્વામી વિવેકાનંદ જેવા સંતાનને જન્મ આપી શકો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા