નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આજની પેઢી અપનાવી રહી છે ઇકોફ્રેન્ડલી ફેશન

 
વસ્ત્રો હોય કે એક્સેસરિઝ, હંમેશા કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છતાં યુવાવર્ગમાં અત્યારે ઇકોફ્રેન્ડલી બનવાનો ક્રેઝ જોવા મળે છે. તેઓનાં શોપિંગ પર એક નજર નાખીએ તો ફેશન ડિઝાઈનરો પણ સમયની માંગ અને જરૂરિયાત પ્રમાણે ઇકોફ્રેન્ડલી ડ્રેસ તૈયાર કરી રહ્યા છે.જવેલરીમાં જોવા જઇએ તો વાંસ, કાપડ, જયૂટ અને સ્ટોનમાંથી બનતી જવેલરી પણ ખાસ પસંદ છે. સસ્તી હોવાની સાથે તે સ્ટાઇલિશ પણ છે. વાંસ, જયૂટ, જુના કપડાં અને કાગળમાંથી બનેલા નેકલેસ, ઇયરિંગ્સ, કડાં, હેરિકલપ, માળાઓ અને ફિંગરરિંગ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ જવેલરીને તમે કોઇ પણ ડ્રેસ સાથે પહેરી શકો છો.

આ પ્રકારની જવેલરી તમે જાતે પણ ડિઝાઈન કરી શકો છો. ઇકોફ્રેન્ડલી ફેશનમાં ફક્ત જવેલરી કે ડ્રેસીસ જ નહીં એક્સેસરિ પણ ઇકોફ્રેન્ડલી મળે છે. જેમ કે, જયૂટમાંથી બનેલાં કડાં, ઇયરિંગ્સ અને નેકલેસ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ જયૂટના ચંપલો પણ પસંદગીમાં અગ્રેસર છે. પોલીથિનથી પર્યાવરણમાં થતાં નુકસાનના કારણે હવે પેપર બેગ્સનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

ગ્રીન ફેશન

ગ્રીન ફેશનનો અર્થ ગ્રીન રંગ સાથે નહીં પરંતુ ઇકોફ્રેન્ડલી અને ઓર્ગેનિક ફેશન છે. અત્યારે લોકો કુદરત તરફ પાછા વળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ ઇકોફ્રેન્ડલી થવા માટે નવા પ્રયત્નો કરી રહ્યો છે. ઇકો ફેશન ફાઇબર યાર્ન, ટેક્સટાઇલ, પ્રિન્ટિંગ, ડ્રોઇંગ અને ફિનિશિંગ આ બધી કડીઓ કુદરતી પ્રક્રિયાથી જોડાયેલી છે. આ અંતર્ગત આર્ટિફિશિયલ ફાઇબરના બદલે કુદરતી રેસા જેવા સૂતર, લિનન, જયૂટ, ફ્લેકસ વગેરેનો ઉપયોગ થાય છે. તેનો પહેલો કન્સેપ્ટ લોકોમાં અવેરનેસ લાવવાનો છે.

ગ્લોબલ વોર્મિંગ માટે ‘સેવ વોટર’ કે ‘ગો ગ્રીન’ જેવા મેસેજ પોતાના કપડાં પર પ્રિન્ટ કરાવીને મેસેજ આપવામાં આવે છે. બીજી રીત એ છે કે કુદરતને હાનિ પહોંચાડ્યા વિના કપડાં, એક્સેસરિઝ તૈયાર કરવી. મોટા ભાગે કપડાં પર કેમિકલથી પ્રિન્ટિંગ કરવામાં આવે છે. ઇકોફ્રેન્ડલી ફેશનમાં વેજિટેબલ પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક હોતા નથી.

ફેબ્રિક પણ કુદરતી જ હોય છે જેમકે,પ્યોર કોટા, કોટન વગેરે. કલર કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને ઇકોફ્રેન્ડલી ફેશન અપનાવી શકાય છે. જેમાં ચોમાસામાં ગ્રીન રંગના કપડાં પહેરવા તેમ જ ઉનાળામાં ફ્લોરલ પ્રિન્ટના કપડાં પહેરીને તમે પણ ઇકોફ્રેન્ડલી બની શકો છો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે

પ્રેમ એટલે......