નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વારસો દેશી ફ્રિજનો

માટલા અને કૂંજાનું પાણી પીવાનો જે આનંદ આવે છે, એ ફ્રિજના ઠંડા પાણીમાં ક્યાં? માટીનાં વાસણના ઉપયોગના બીજા પણ અનેક લાભ છે. માટલાની ખૂબીઓ વિશે થોડું જાણીએ...

ભૌતિક સુખસગવડના આ જમાનામાં દેશી ફ્રિજ એટલે કે માટલાની માગ હંમેશાં રહે છે. ભલે આને પસંદ કરનારા ઓછા હોય, પણ હોય તો છે જ. ‘માટલાં લો...’ ‘કૂંજા લાવ્યો...’ ‘આવ્યું દેશી ફ્રિજ...’ની બૂમો ઉનાળો શરૂ થતાંની સાથે જ સંભળાવા લાગે છે. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારોમાં તો આજે પણ દેશી ફ્રિજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. એટલું જ નહીં, શહેરમાં પણ એકાદ નાનો ખૂણો તો હોય જ છે. ધીમે ધીમે લોકો આનું મહત્વ જાણવા લાગ્યા છે. એવા કેટલાય ઘર હજી જોવા મળે છે, જ્યાં આજે પણ માટીનાં અનેક વાસણોનો ઉપયોગ થાય છે.

મૂળિયાં છે ઊંડા

માટીનાં વાસણોનો ઈતિહાસ આપણી માનવ સભ્યતા સાથે સંકળાયેલો છે. સિંધ સંસ્કૃતિના ખોદકામ દરમિયાન માટીનાં અનેક વાસણો મળી આવ્યા હતા. પહેલાંનાં જમાનામાં માટીનાં વાસણો વજનદાર હતા, આજે એ જ વાસણો વજનમાં હળવા, ગોળ અને કલાત્મક આકારમાં મળવા લાગ્યા છે.પ્રાચીન કાળથી કુંભાર માટીનાં વાસણો બનાવે છે. કુંભાર એ કુંભકાર શબ્દનો અપભ્રંશ છે. માટલાને કુંભ કહેવામાં આવે છે અને કુંભારનો અર્થ થાય છે - માટલા બનાવનાર.

એક જમાનામાં માટલાની માગ એટલી બધી રહેતી હતી કે આખું વર્ષ કુંભાર માટલા બનાવે તો પણ લોકોને માટલા જોઇએ એટલા મળી રહેતાં નહીં. પાણી ભરવાની સાથોસાથ આપણા પૂર્વજો રસોઇ બનાવવા, દહીં જમાવવા, છાશ બનાવવા માટે પણ માટીનાં વાસણોનો ઉપયોગ કરતાં હતાં. તેઓ આ વાસણોના ગુણ પણ સારી રીતે જાણતાં હતાં. ચાલો જાણીએ, આ વાસણના ઉપયોગથી ક્યા લાભ થાય છે?

લાભ છે અનેક

આપણે ત્યાં સૈકાંઓથી કુદરતી ચિકિત્સા પદ્ધતિમાં માટીનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં, માટીમાં અનેક પ્રકારના રોગનો પ્રતિકાર કરવાની ક્ષમતા રહેલી છે. નિષ્ણાતોના મતે, માટીનાં વાસણોમાં ભોજન કે પાણી રાખવામાં આવે, તો તેમાં માટીના ગુણ આવે છે. આથી માટીનાં વાસણમાં રાખેલા પાણી અને ભોજન આપણને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

જોકે સ્વાદના શોખીનો પણ માટીનાં વાસણોના મહત્વને સારી રીતે જાણે છે તેથી જ તો માટલા કે કૂંજાના પાણીની ઠંડક અને મહેક, તેમને ફ્રિજના પાણીથી વધારે સારું લાગે છે. માટીની નાનકડી હાંડીમાં જમાવેલું દહીં ઘટ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે.

આપવામાં આવે છે સૂચના

સગભૉઓને ફ્રિજનું અત્યંત ઠંડું પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી. તેમને કહેવામાં આવે છે કે માટલા કે કૂંજાનું પાણી પીએ. આ પાણી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ઠંડું હોય જ છે, તેમાં માટીની મહેક પણ આવે છે. હા, એટલી સાવધાની રાખવાનું ચોક્કસ કહેવામાં આવે છે કે માટલા અને કૂંજાને સ્વચ્છ રાખે, ઢાંકીને રાખે અને જે વાસણથી પાણી કાઢવામાં આવે, તે સ્વચ્છ જગ્યાએ મૂકવામાં આવેલું હોય. માટલા અને કૂંજાનો ઉપયોગ કરવાના પણ કેટલાક નિયમ છે. તેના બારીક અસંખ્ય છિદ્રોને હાથથી સાફ કરી શકાતા નથી.

માટીના નવા વાસણમાં પાણી ભરી, તે ક્યાંયથી ઝમતું નથી તે ચકાસી લીધા પછી માત્ર ધોઇને તરત જ ઉપયોગમાં લઇ શકાય છે. તે પછી જ્યારે ધોવું હોય ત્યારે સ્ક્રબથી અંદરની સપાટીને સાફ કરો. માટલા અને કૂંજાનું પાણી રોજેરોજ બદલવું. લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેવાથી છિદ્રો પૂરાઇ જાય છે. પરંપરાના ઉત્તમ ઉદાહરણ છે, માટલા અને કૂંજા.

- ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટલા અને કૂંજાની પારખુ હોય છે. તેઓ તો જોઇને જ કહી દે છે કે કયા માટલા કે કૂંજામાં પાણી વધારે ઠંડું રહેશે.

- માટીના વાસણોમાં રાખેલી ખાદ્યસામગ્રી ઝડપથી બગડતી ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં તો આનો ઉપયોગ ફ્રિજની માફક કરવામાં આવે છે. કદાચ આ માન્યતાને લીધે જ આ વાસણોને દેશી ફ્રિજનું નામ આપવામાં આવ્યું છે.

- માટલાને અંદરની તરફથી હળવા હાથે ઘસીને સાફ કરવું. નહીંતર તેના બારીક છિદ્રો બંધ થઇ જાય છે અને પાણી વધારે ઠંડું નથી થતું.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા