નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સુખી લગ્નજીવન માટે પત્નીની ઊંઘ મહત્વની

 
શું તમારી પત્નીને ઊંઘની સમસ્યાઓ છે ? તો સાવધાન, એ સમસ્યાઓ તમારા લગ્નને બગાડી શકે છે તેવું વિજ્ઞાનીઓનું કહેવું છે. અમેરિકામાંની યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના મનોચિકિત્સકોને જણાયું હતું કે સ્ત્રીને જ્યારે ઊંઘવામાં મુશ્કેલી પડે ત્યારે તે અને તેનો સાથી બીજા દિવસે ઝઘડે તેવી શક્યતા વધારે છે. પરંતુ પુરુષ જ્યારે આખી રાત જાગતો રહે ત્યારે ઝઘડામાં કોઇ વધારો થતો નથી.

અભ્યાસનું નેતૃત્વ કરનાર પ્રોફેસર વેન્ડી ટ્રોકસેલે કહ્યું હતું, ‘અમને જણાયું હતું કે પત્નીની ઊંઘની સમસ્યાઓ બીજે દિવસે તેની પોતાની અને તેના સાથીની દાંપત્યજીવનની કામગીરીને અસર કરે છે અને આ અસરો ડિપ્રેશનનાં લક્ષણોથી અલગ હોય છે. જે પત્નીઓને આગલી રીતે ઊંઘવામાં લાંબો સમય લાગ્યો હતો તેઓએ બીજા દિવસે લગ્નજીવનની નબળી કામગીરી કરી હતી અને તેઓના પતિઓની કામગીરી પણ નબળી જ હતી.’

અગાઉના અભ્યાસોમાં સંશોધકોને જણાયું હતું કે જો પથારીમાં પતિ કે સાથીની સ્થિર હાજરી હોય તો સ્ત્રીઓ વધુ સારી રીતે ઊંઘી જાય છે. પરંતુ આ સપ્તાહે મિનીઆપોલિસમાં એસોસિયેટેડ પ્રોફેશનલ સ્લીપ સોસાયટીઝની બેઠકમાં રજુ કરાયેલા નવા સંશોધનમાં ડૉ. ટ્રોકસેલે ઊંઘની લંબાઇ અને દાંપત્યજીવનની દૈનિક આંતરક્રિયાઓ વચ્ચેની કડીઓને તપાસી હતી.

ડૉ. ટ્રોકસેલ અને તેમની ટીમે ૩૫ તંદુરસ્ત પરિણીત યુગલોનો અભ્યાસ કર્યો હતો. આ પૈકીના મોટાભાગનાં યુગલો ૩૦થી ૩૯ વર્ષનાં હતાં અને તેઓ શારીરિક કે માનસિક આરોગ્ય સમસ્યાઓનો કોઇ ઈતિહાસ ધરાવતા ન હતા.

અભ્યાસનાં પરિણામોએ દર્શાવ્યું હતું કે સ્ત્રીઓને ઊંઘવામાં લાંબો સમય લાગે તો બીજા દિવસે યુગલ સંબંધમાંની સમસ્યાઓ જણાવે તેવી શક્યતા વધે છે. જોકે પુરુષની ઊંઘની બીજા દિવસના તેના કે તેની સાથીના વ્યવહાર પર કોઇ અસર થતી નથી. સંશોધકો અનુસાર પરિણામો દર્શાવે છે કે અનિદ્રા જેવા ઊંઘના વિકારો જે-તે વ્યક્તિ કરતાં વધુ લોકોને અસર કરી શકે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા