નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ગુજરાત ફરી નંબર વન, 85 લાખ ગ્રાહકોનો કંપનીઓને મોં તોડ જવાબ

અહીં મોબાઇલ ફોન ધારકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે
- એમએનપી લાગૂ થયા બાદથી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ગ્રાહકોએ પોતાના મોબાઇલ ઓપરેટર બદલવાની માંગણી કરી છે

ગુજરાતના અર્થતંત્રએ વિકાસના મામલામાં દેશના તમામ રાજ્યોને પાછળ છોડી દીધા છે. સાથો સાથ અહીં મોબાઇલ ફોન ધારકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. પરંતુ મોટાભાગના મોબાઇલ ફોન ધારક પોતાના ઓપરેટરોની સર્વિસથી સંતુષ્ટ આવતા નથી. એમએનપી લાગૂ થયા બાદથી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ગ્રાહકોએ પોતાના મોબાઇલ ઓપરેટર બદલવાની માંગણી કરી છે.30મી એપ્રિલ બાદથી અત્યાર સુધી ગુજરાતમાં 8 લાખ થી વધુ અસંતુષ્ટ ગ્રાહકોએ પોતાના મોબાઇલ ઓપરેટરો બદલવાની સગવડતાનો ફાયદો ઉઠાવ્યો છે.

ટ્રાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પર નજર નાંખીએ તો અત્યાર સુધી 85.40 લાખ ગ્રાહક આખા દેશમાં એમએનપી માટે અપ્લાય કરી ચૂક્યા છે. તેમાં સૌથી વધુ 8.34 લાખ ગ્રાહક ગુજરાતમાંથી છે. દેશમાં એમએનપીની શરૂઆત 20મી જાન્યુઆરીથી થઇ હતી. ગુજરાત બાદ રાજસ્થાનના ગ્રાહકોનો નંબર આવે છે. રાજસ્થાનમાં 7.10 લાખ ગ્રાહક તેનો લાભ ઉઠાવી ચૂક્યા છે. ત્યારબાદ કર્ણાટક 6.63 લાખ અને તામિલનાડુમાં 6.41 લાખ ગ્રાહકોએ આ સગવડનો લાભ લીધો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા