નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સોબર લુક મળે સફેદ રંગમાં

 
સોબર લુક આપતો સફેદ રંગ ઉનાળામાં લોકો વધારે પહેરવાનું પસંદ કરે છે કારણ કે તેમાં તાપ ઓછો લાગે છે.

સફેદ રંગના પોશાકમાં કોઇ પણ યુવતીને જોતાં જ આંખોને શીતળતાનો અનુભવ થાય છે. સફેદ રંગ તો શીતળ છે જ સાથે જ તેવા રંગનો પહેરવેશ ધારણ કરનાર પણ સુંદર લાગે છે. માર્ચ મહિનાથી લઇને જુન સુધીની ઉનાળાની કાળઝાળ ગરમીમાં જે રંગ સૌથી વધુ પહેરવામાં આવે છે તે સફેદ રંગ છે. તેમાં તાપ ઓછો લાગે છે અને શરીરની સાથે આ રંગ મનને પણ હળવાશનો અનુભવ કરાવે છે. સોબર અને સુંદર લુક આપતાં સફેદ રંગને યુવતીઓ ખૂબ પસંદ કરે છે. દરેક યુવતીના વોર્ડરોબમાં નજર નાખીએ તો એક-બે જોડી સફેદ ડ્રેસ કે કુર્તી તો જોવા મળશે જ અને ટી-શર્ટસ તો ખરા જ.

સફેદ રંગમાં ચિકનના અને કોટનના મટિરિયલમાંથી બનતી કુર્તીઓ કે ડ્રેસીસ સૌથી વધારે પસંદગીમાં રહે છે. આ ઉપરાંત, શિફોન અને લિઝીબિઝી તો હંમેશા જોવા મળતા જ હોય છે. આ સાથે જ ખાદીમાં પણ હવે તો સફેદ રંગના ગોલ્ડન બોર્ડર પટ્ટીના ડ્રેસીસ માંગ વધી છે અને તે પ્રમાણે થોડી ઘણી બોર્ડર પ્રિન્ટ અને ડિઝાઈનને સ્થાન આપીને તે મુજબના મટિરિયલ અને કુર્તી બનાવવામાં આવે છે.

યુવતીઓ સફેદ રંગમા માત્ર ડ્રેસીસ કે કુર્તી જ નહીં ફ્રોક, સ્કર્ટ, સ્પગેટી, લોન્ગ ટ્યુનિક, ઓફ શોલ્ડર ટોપ, લોન્ગ ફ્રી સ્ટાઇલ કુર્તી, ઓફ શોલ્ડર પાર્ટીવેર ડ્રેસ, ટી-શર્ટસ, ફ્રિલ ફ્રોક, લોન્ગ અને શોર્ટ સ્કર્ટસ પહેરવા પર પસંદગી ઉતારી રહી છે.
સફેદ રંગના ડ્રેસની સાથે તે જ રંગનો દુપટ્ટો અથવા તો બાંધણી કે મલ્ટિકલર કે ફ્લોરલ પ્રિન્ટનો દુપટ્ટો પહેરી શકાય. ચિકન મટિરિયલમાંથી બનતા ફ્રોક અને સ્કર્ટ બંને જોવા મળે છે, જે ખૂબ જ એલગિન્ટ લુક આપે છે. સફેદ ચિકનના સ્કર્ટની સાથે તમે કોઇ પણ ડાર્ક કલરનું ટી-શર્ટ કે ટોપ પહેરી શકો છો.

સફેદ રંગના ડ્રેસમાં લાઇટ કલરની ડિઝાઈન કરવામાં આવે છે. જેમાં પિંક, સ્કાયબ્લ્યૂ, યલો, ક્રીમ રંગ વધારે જોવા મળે છે. આ રંગથી કરેલી ડિઝાઈન, ડ્રેસની બોર્ડર પર કે બાંયમાં કરવામાં આવેલું પ્રિન્ટેડ વર્ક, હેન્ડવર્ક તેમજ કેટલીક કુર્તી અને ટોપમાં સફેદ રંગના જ મોતી, સ્ટોન અને ડાયમંડથી હેવી વર્ક અને સિકવન્સ જોવા મળે છે. સફેદ રંગના ડ્રેસમાં એ જ રંગનું વર્ક કરવામાં આવ્યું હોય તો એક જ કલરનું હોવા છતાંય તે વધારે શોભી ઊઠે છે.

સફેદ રંગનો ડ્રેસ કે કુર્તી ફુલ સ્લિવ, થ્રીફોર્થ સ્લિવ, હાફ સ્લિવ કે પછી સ્લિવલેસ હોય તો પણ ખૂબ જ સુંદર લાગશે. ઉનાળામાં સફેદ રંગના પોશાક સાથે દરેક પ્રકારની સ્લિવ આરામદાયક રહેશે. સાડીમાં સફેદ રંગમાં તમને ઘણી નવીનતા જોવા મળશે જેમાં સફેદ રંગનું જ જરદોશી વર્ક અને ડાયમંડ વર્ક હોય છે. વળી, નેટની સફેદ સાડી તો તમને ચાંદની જેવો જ લુક પ્રદાન કરશે. કોટન અને શિફોન મટિરિયલની સાડીમાં લાઇટ કલરની ફ્લોરલ પ્રિન્ટ તમે વધારે જોઇ શકો છો. તો હવે તમે પણ તમારા વોર્ડરોબમાંથી સફેદ રંગની સાડી, કુર્તી, ટોપ પહેરીને ગરમીમાં સોબર લુકની સાથે શીતળતા મેળવી લો.

ચિકનના સ્કર્ટ ચર્ચામાં

સફેદ રંગના વસ્ત્રો તો યુવતીઓ ઉનાળામાં પહેરે જ છે, તેમાં ચિકનના ટોપ અને કુર્તી આપણે પહેરતાં જ હોઇએ છીએ. હવે તો ચિકનના ફ્રોકની સાથે નવી ફેશનમાં સ્કર્ટે પણ સ્થાન જમાવી લીધું છે. યુવતીઓ ચિકન મટિરિયલના સ્કર્ટ પહેરતી વધારે જોવા મળે છે. સેક્સી લુક આપતા આ સ્કર્ટની સાથે કોઇ પણ ડાર્ક કલરનું ટોપ પહેરી શકો છો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા