નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ગુલાબી હોઠ બનાવવા માટે અપનાવો આ ટિપ્સ

 
- ગરદન, કોણી અને ઢીંચણ કાળા પડી ગયાં હોય તો એક વાટકી અડદની દાળ પલાળી, ક્રશ કરીને તેમાં પપૈયાનો ગર ભેળવીને ડાઘા પડ્યા હોય ત્યાં સ્ક્રબ કરો અને પંદર મિનિટ સુધી રાખી ઠંડા પાણીથી ધોઇ નાખો. આ રીતે રોજ કરવાથી ડાધ ધીમે ધીમે દૂર થશે.

- હાથ અને પગની ત્વચા બરછટ થઇ ગઇ હોય તો કાચું દૂધ લઇને તેમાં કાકડીનો રસ અને સુખડનો પાઉડર ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ દિવસમાં બે વખત લગાડવાથી ત્વચા સુંવાળી બની જાય છે.

- ચહેરા પર ખીલ વધારે થતાં હોય તો નારંગીની છાલને સૂકવી તેનો પાઉડર બનાવો. તેમાં મધ અને કાકડીનો રસ ભેળવીને પેસ્ટ તૈયાર કરી ચહેરા પર પાંચથી સાત મિનિટ હળવા હાથે ઘસો. પછી ઠંડા પાણીથી ધોઇ નાખો. આમ રોજ કરવાથી ખીલની સાથે ડાઘ પણ દૂર થઇ જશે.

- હોઠ કાળા પડી ગયા હોય તો રોજ રાત્રે મધમાં લીંબુના બે ટીપાં ભેળવી, હોઠ પર હળવા હાથે મસાજ કરો. આવું રોજ રાત્રે કરવું અને રોજ સવારે થોડું ઘી પણ લગાવવું. થોડા જ દિવસમાં હોઠ ગુલાબી થઇ જશે.

- માથામાં નાખવાની મહેંદી પલાળતી વખતે તેમાં થોડી ચા અને આમળાનો પાઉડર ભેળવીને રાખો. તેમાં એક લીંબુનો રસ પણ ભેળવો. આનાથી વાળ સુંવાળા થશે.

- ત્વચાને સનટેન થતી બચાવવા માટે પાણી પીવાનું વધારે રાખો. ભોજનમાં કેરી, ભીંડા, કાજુ અને સીંગનો ઉપયોગ કરવો નહીં.

- હાથની આંગળીઓની ત્વચાને કોમળ રાખવા માટે રોજ રાત્રે મધ અને લીંબુનો રસ ભેગા કરીને તેનાથી હળવા હાથે માલિશ કરો. આનાથી ત્વચા કોમળ અને સુંદર બનવા સાથે જ મધના કારણે મેલ પણ દૂર થવાથી ત્વચાનો રંગ ગોરો થશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા