નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બાળકો સાથે બિનશરતી પ્રેમ

બાળક સાથે શરત મૂકીને કામ કરાવવાથી તે મોટું થાય તો પણ જીવનમાં વિકાસ સાધી શકતું નથી. મુશ્કેલ સ્થિતિનો સામનો કરી શકતું નથી.

શરતો છોકરાઓ અને મા-બાપ વચ્ચેના સંબંધમાં પણ ‘જો અને તો’ની ભાવના ઊભી કરે છે. શરતો નહીં કરી હોય તો ક્યારેક બાળક કોઇ કામ નહીં કરી શકે તો પણ તેનામાં વ્યગ્રતા નહીં આવે. નવી પદ્ધતિ નવા વિચારો સાથે બાળકને ફરીથી શીખવશે અને કામ કરવાની પ્રેરણા આપશે.

મા-બાપના બિનશરતી વર્તનથી બાળકમાં રહેલી શક્તિઓ, ખૂબીઓ સુંદર રીતે બહાર લાવી શકાય છે. મા-બાપ અજાણતાં જ બાળક નાનું હોય ત્યારથી જ ‘જો અને તો’ અથૉત શરતની ભાષામાં બાળક સાથે વાત કરી કામ કઢાવતાં હોય છે. બાળકનું મગજ પણ નાનપણથી જ ‘આપો અને લો’ની ભાવના પ્રમાણે ઘડાતું જાય છે. આવું કરવાથી તેનામાં સુષુપ્ત રહેલી ખૂબીઓને બહાર લાવી શકાતી નથી. ‘જો તું આ વાત માનીશ તો ચોકલેટ અપાવીશ.’

‘જો તું આટલું ભણી લઇશ તો આ ગિફ્ટ આપીશ.’ આ ભાષામાં બાળક હૃદયથી નહીં પરંતુ મગજથી કામ કરે છે. મા-બાપે તો હૃદયના જ રસ્તે મગજનો સાચો ઉપયોગ કેમ કરાય તે શીખવી જિંદગીના સાચા માર્ગે બાળકોને ચાલતાં શીખવવાનું હોય છે. થોડી કડવી ભાષામાં પણ એક સનાતન સત્ય કહીએ તો બાળકો પણ મોટા થઇ તેમનાં મા-બાપ સાથે શરતોથી વર્તન કરશે.

‘જો તમે આટલું કરશો તો અમને ગમશે.’, ‘જો તમે આમ વર્તશો તો જ આપણે ભેગા રહી શકીશું.’ બિનશરતી પ્રેમ અથવા એ પ્રકારે કામ લેવાની પદ્ધતિ શરૂઆતમાં અઘરી લાગે. મા-બાપે પોતાની જાતને એ પદ્ધતિથી કેળવવા પડે. શરૂઆતમાં ફળ ચોક્કસ ધીમા હોય, ફળ ન પણ મળે પરંતુ આંબો વાવ્યા બાદ કેરીઓ આવતાં વર્ષો વીતી જાય છે પણ આવવાની શરૂ થાય પછી અવિરત આવ્યા જ કરે છે અને કેરીઓ ખૂબ મીઠી પણ લાગે છે તે આપણે સારી રીતે જાણીએ છીએ.

મા-બાપ બિનશરતી પ્રેમ ‘Mentally Challenged’ બાળકો તરફ તો દાખવતા જ હોય છે, પરંતુ સામાન્ય બાળકો માટે પણ તે જ જરૂરી છે. ૧૯૭૨ના અરસામાં આવેલ ‘આ ગલે લગ જા’, ૨૦૦૧માં આવેલી ‘રિશ્તે’ પિકચરમાં મા-બાપની બાળકો પ્રત્યેની બિનશરતી મહેનત અને તેના પરિણામોનું સુંદર ચિત્રણ કરાયું છે. ‘બાહ્ય દબાણો, શરતો વિના તેમની સાથેનું વર્તન તેમનામાં તેમના કાર્ય પ્રત્યે, વાતાવરણ પ્રત્યે પ્રેમ જાગૃત કરે છે આથી તેમની અદ્ભુત ક્ષમતા બહાર આવી શકે છે.’

શરતો છોકરાઓ અને મા-બાપ વચ્ચેના સંબંધમાં પણ ‘જો અને તો’ની ભાવના ઊભી કરે છે. શરતો નહીં કરી હોય તો ક્યારેક બાળક કોઇ કામ નહીં કરી શકે તો પણ તેનામાં વ્યગ્રતા નહીં આવે. નવી પદ્ધતિ નવા વિચારો સાથે બાળકને ફરીથી શીખવશે અને કામ કરવાની પ્રેરણા આપશે. બાળકો સાથેનું કામ ઓફિસ કામ કે પ્રોજેક્ટ નથી કે જે નિશ્વિત સમયમાં પદ્ધતિસર પૂરું થાય. થોડી તકલીફ બંને પક્ષે પડે પરંતુ દરેક ક્ષેત્રમાં તેને શીખવા, જમવા, રમવા, ભણવા કે વર્તવામાં બિનશરતી ભાવ રાખવાથી જિંદગીની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ બાળકને પડકારો ઝીલી અદ્ભુત પરિણામ મેળવવાની ક્ષમતા ધરાવતું બનાવી શકાય.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા