નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આખરે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી

- પર્યાવરણ મંત્રાલયે સોમવારે સવારે મંજૂરી આપી

- સૌપ્રથમ 1983માં આ પ્રોજેક્ટની દરખાસ્ત કરવામાં આવી હતી

- ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથેની બેઠક પછી કેન્દ્રીય પર્યાવરણમંત્રીએ લીધેલો નિર્ણય

જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને આજે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના પ્રતિનિધિમંડળ સાથે સોમવારે સવારે યોજાયેલી બેઠક પછી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને જૂનાગઢના મેયર સહિતના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળ્યા પછી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે આખરે સોમવારે સવારે ગુજરાતના હિત માટે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ અંગે રાજ્ય સરકારને પણ સત્તાવાર જાણ કરવામાં આવશે.

આ અંગે સિદ્ધાર્થ પટેલે માધ્યમોને નવી દિલ્હીથી જણાવ્યું હતું કે, આજે સવારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી. મંત્રાલયની વેબસાઇટ પર પણ આ નિર્ણય જાહેર કરવામાં આવશે અને ટૂંક સમયમાં ગુજરાત સરકારને પણ તેની વિધિવત જાણ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને ખાસ કરીને જૂનાગઢના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. મંજૂરી આપી દીધા પછી પણ કેન્દ્રીય મંત્રી ફરી એકવાર ગીરનારની મુલાકાત લેશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા