નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અંક પ્રમાણે કયો રત્ન છે...તમારી માટે લકી?

ઘણીવાર એવું બને છે તમે પોતાના બિઝનેસ કે કામધંધાને લગતા કોઈ મહત્વપૂર્ણ કામ શરૂ કર્યા હોય પરંતુ તે કામ પૂરા ન થઈ રહ્યા હોય. બિઝનેસમાં સતત નુકસાન સહન કરવું પડી રહ્યું હોય. જો નોકરી-ધંધો કરતા લોકોને પોતાના કામમાં અનેક પરેશાનીઓ આવી રહી હોય અને તેના લીધે તોઓ દુઃખી હોય, આ બધી પરેશાનીઓમાંથી છૂટકારો મેળવવા ઈચ્છતા હોવ તો તમે તમારા નંબર પ્રમાણે જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલ રત્ન પહેરી લો. આ રત્નના પ્રભાવથી તમારી બધી જ સમસ્યો દૂર થઈ જશે અને તમારા બગડેલા કામો પણ સુધરવા લાગશે—

અંક-1
અંક 1 નો સ્વામી સૂર્ય હોય છે એટલે તમારે પોતાના અંક પ્રમાણે સૂર્યનો રત્ન માણિક્ય ધારણ કરવો જોઈએ.

અંક-2
તમારા અંક પ્રમાણે તમારે ચંદ્રમાનો રત્ન મોતી ધારણ કરવો જોઈએ.

અંક-3
આ અંકવાળાને પુખરાજ ધારણ કરવાથી ધનલાભ થશે સાથે અન્ય પરેશાનીઓ પણ દૂર થશે.

અંક-4
અંક 4 હર્ષલનો હોય છે. જો આ અંકવાળા માણિક્ય પહેરે તો તેમના દરેક કામોમાં આવતી અડચણો દૂર થઈ જાય છે.

અંક-5
વેપારમાં લાભ પ્રાપ્ત કરવા માટે 5 અંકવાળાને બુધનો રત્ન પન્ના પહેરવો જોઈએ.

અંક-6
બિઝનેસ અને વેપાર-ધંધામાં આર્થિક લાભ મેળવવા માટે અંક-6 વાળાઓને હીરો પહેરવો જોઈએ.

અંક-7
આ અંકવાળા વ્યક્તિ આ અંકના સ્વામી નેપ્ચ્યુનનો રત્ન મોતી પહેરે તો તેમના બધા જ રોકાયેલા કામો ફરીથી ધમધમાટ ચાલવા લાગે છે.

અંક-8
શનિનો રત્ન નીલમ 8 અંકવાળાઓને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે.

અંક-9-
આ અંકનો સ્વામી મંગળ છે અને તો 9 અંકવાળા વ્યક્તિઓ મૂંગા પહેરે તો તેમના બધા જ વિચારેલા કામ પૂરા થાય છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા