નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

દીપિકાને જોઈએ છે હેન્ડસમ પતિ!

દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવા છતાંય દીપિકાએ આ વાતનો ઈનકાર કર્યો

અભિનેતા રણબિર કપૂર સાથેના સંબંધો તૂટ્યા બાદ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ સાથે જોડાયેલી દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, તેને હજી પણ પોતાના જીવનસાથીની શોધ છે.

સિદ્ધાર્થની સાથે જ ઈમરાન-અવંતિકાના રિસેપ્નશનમાં આવેલી દીપિકાએ જણાવ્યું હતું કે, તેને હજી સુધી લગ્ન અંગે કોઈ વિચાર કર્યો નથી. લગ્ન અંગે વિચારતા પહેલા તેણે પોતાના જીવનસાથીની શોધ કરવી પડશે.

દીપિકાને જ્યારે સિદ્ધાર્થ સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, તેને લગ્ન અંગે કંઈ વિચાર્યુ નહોતું અને આ અંગે સિદ્ધાર્થને પૂછવાની વાત કરી હતી.

સિદ્ધાર્થે કહ્યું હતું કે, જ્યારે તેણે અફવાઓ અંગે સાંભળ્યું ત્યારે તે દેશની બહાર હતો અને તેને આવી વાતો સાંભળીને હસવુ આવે છે.

દીપિકા અને ઈમરાને ફિલ્મ બ્રેક કે બાદમાં સાથે કામ કર્યુ હતું. દીપિકા હાલમાં ભોપાલમાં શુટિંગ કરી રહી છે અને રિસેપ્શનમાં ભાગ લેવા માટે તે ખાસ મુંબઈ આવી હતી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા