નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ચીનને પછાડી, સતત સાતમી વાર ભારત નં-1



ભારત લાંબા સમયથી દુનિયાભરમાં આઉટસોર્સિંગ માટે બેસ્ટે ડેસ્ટીનેશન સ્વરૂપે માનવામાં આવે છે. પરંતુ હવે ચીનની નજર પણ આ બજાર ઉપર છે.

પાછલા વર્ષે તો આઉટસોર્સિંગ માટે વિશ્વભરની કંપનીઓને પોતાના દેશમાં ખેંચવા ચીને તમામ પ્રયત્નો અને તમામ છૂટ આપવાની જાહેરાત કરી હતી.

હાઇલાઇટ્સઃ-
- ચીનનું આ પગલુ તેના માટે વધારે સાનૂકુળ સાબીત ના થઈ શક્યુ
- ભારતને એક વાર ફરી આઉટસોર્સિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશનનો ખિતાબ
- ભારત પહેલા સ્થાને છે. ત્યાર બાદ ચીન અને પછી મલેશિયાનો ક્રમ
- 2003થી સતત સાતમી વાર ભારત આ લિસ્ટમાં પહેલા સ્થાને


પરંતુ ચીનનું આ પગલુ તેના માટે વધારે સાનૂકુળ સાબીત ના થઈ શક્યુ. અને ભારતને એક વાર ફરી આઉટસોર્સિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશનનો ખિતાબ મળી ગયો.

ગ્લોબલ મેનેજમેન્ટ કંસલ્ટિંગ કંપની એટી કેર્નેની એક રિપોર્ટ પ્રમાણે-2011માં ભારત જ આઉટસોર્સિંગ માટે સર્વોત્તમ દેશ બનેલો રહેશે.

ગ્લોબલ સર્વિસિઝ લોકેશન ઇન્ડેક્સ એટલે કે જીએસએલઆઈ (GSLI)ના નામથી પ્રકાશિત કરવામાં આવેલી આ રિપોર્ટમાં વિશ્વના ટૉપ 3 પોઝીશન ઉપર એશિયાના જ ત્રણ દેશોના નામ શામેલ છે, અને તેમાં ભારત પહેલા સ્થાને છે. ત્યાર બાદ ચીન અને પછી મલેશિયાનો ક્રમ આવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં આઉટ સોર્સિંગ સાથે જોડાયેલા તમામ પ્રકારના કાર્યો માટે ઉત્કૃષ્ટ ટેલેન્ટ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે લિસ્ટમાં ફરી એક વાર ભારતનું નામ સૌથી ઉપર છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા