નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રેલવે ટિકિટ કન્ફર્મ થતા મળશે SMS

 
જો તમને રેલવેમાં સીટ બુક કરાવી છે અને તમને એ જાણ નથી કે કેટલું વેઈટિંગ ચાલી રહ્યું છેકે, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છેકે, નહીં ? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમકે, ભારતીય રેલવે દ્વારા એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છેકે, જેનાથી કન્ફર્મેશન અંગેની માહિતી એસએમએસ મારફત મોબાઈલ પર જ મળી જશે. 
-કન્ફર્મેશન અંગેની માહિતી એસએમએસ મારફત મોબાઈલ પર જ મળી જશે
-સુવિધા મેળવવા માટે મુસાફરે તેનો મોબાઈલ નંબર આપવો પડશે
-રેલવે વિભાગ દ્વારા હાઈ-પાવર એસએમએસ સર્વર લગાડવામાં આવી રહ્યાં છે


સૂત્રોના કહેવા પ્રમાણે, આ સુવિધા ટૂંક સમયમાં લાગૂ થઈ જશે. આ સુવિધા મેળવવા માટે મુસાફરે તેનો મોબાઈલ નંબર આપવો પડશે. અત્યાર સુધી આ સુવિધા રેલવેની વેબસાઈટ પર કે રેલવેની હેલ્પલાઈન 139 પર મળતી હતી. હવે, એસએમએસ મળી જતા યાત્રિકો નિરાંતનો શ્વાસ લઈ શકશે. આ દિશામાં રેલવે દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને સિસ્ટમ્સને અપડેટ કરવામાં આવી રહી છે. આ સગવડ ટૂંક સમયમાં મુસાફરોને મળવા લાગશે.

આ સિસ્ટમને લાગૂ કરવા માટે રેલવે વિભાગ દ્વારા હાઈ-પાવર એસએમએસ સર્વર લગાડવામાં આવી રહ્યાં છે. સૂત્રોના કહેવા પ્રમાણે, આ સગવડતા એપ્રિલ મહિનાથી શરૂ થઈ જશે. મુસાફરની ટિકિટ કન્ફર્મ થશે કે તૂર્ત જ કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવેલા નંબર પર એસએમએસ પહોંચી જશે.


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ