નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા બની ‘લાલઘૂમ’

9 ફેબ્રુઆરીથી ઢાકા ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપ 2011ની પ્રથમ મેચ રમાશે. તેની તૈયારીઓના ભાગ રૂપે ભારતીય ટીમે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) ખાતે સઘન પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જો કે પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમ નવા લાલ કલરમાં સજ્જ હતી.

તમામ ખેલાડીઓએ નેટમાં આકરી મહેનત કરી હતી. કોચ ગેરી કર્સ્ટનની આગેવાનીમાં સુકાની ધોની, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ સહિત વર્લ્ડકપમાં ભાગ લેવા જઈ રહેલા તમામ ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

2007માં વેસ્ટ ઈન્ડિઝ ખાતે રમાયેલા વર્લ્ડકપમાં બાંગ્લાદેશે ભારતને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો જેના કારણે ભારતીય ટીમને ટૂર્નામેન્ટની બહાર થઈ જવું પડ્યું હતું. અને આ વખતે વર્લ્ડકપમાં ભારત તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે જ રમવા જઈ રહ્યું છે. જો કે સુકાની ધોનીએ પહેલાથી જ કહીં દીધું છે કે તેની ટીમ બાંગ્લાદેશને હળવાશથી નહીં લે.

19 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી રમાનારા વર્લ્ડકરની યજમાની ભારત, બાંગ્લાદેશ અને્ શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં થશે. 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ