નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બેટિંગ ઉપરાંત યુસુફ પાસે છે બીજુ એક ઘાતક શસ્ત્ર

હાલમાં ચારે બાજુથી આક્રમક બેટ્સમેન યુસુફ પઠાણની ઘણી પ્રશંસાઓ થઈ રહી છે. તેમાં પણ યુસુફે જે રીતે દક્ષિણ આફ્રિકા સામે તોફાની સદી ફટકારી હતી તે જોઈને દિગ્ગજો પણ યુસુફને માની ગયા હતા.

પરંતુ યુસુફ જેટલી આક્રમક બેટિંગ કરી શકે છે તેટલી જ સારી બોલિંગ પણ કરી છે. યુસુફે કહ્યું છે કે તે હંમેશા બોલિંગ માટે તૈયાર જ હોય છે.

વર્લ્ડકપની સૌથી યાદગાર ક્ષણ

1983માં જ્યારે ભારતે વર્લ્ડકપ જીત્યો તેના થોડા મહિનાઓ પહેલા જ યુસુફનો જન્મ થયો હતો. યુસુફે આ અંગે કહ્યું હતું કે ત્યારે તો હું ઘણો જ નાનો હતો અને જાણતો પણ નહતો કે ક્રિકેટ શું છે. હું છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ અંગે જાણું છું. પરંતુ મેં ટીવી પર જોયું છે કે જ્યારે અંતિમ વિકેટ પડે છે ત્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગરૂમ તરફ ભાગે છે, તે જોઈને એવું લાગે છે કે આવનારા વર્લ્ડકપમાં અમે પણ તેવું જ કરીએ.

આક્રમક બેટિંગ, ધારદાર બોલિંગ

લોકો યુસુફની આક્રમક બેટિંગની જ પ્રશંસા કરે છે, પરંતુ તે વેધક બોલિંગ પણ કરી શકે છે. આ અંગે તેણે કહ્યું હતું કે જો તક મળશે તો જે રીતે બેટિંગ કરૂ છું તે જ રીતે બોલિંગ પણ કરીશ. પરંતુ અમારી પાસે ઘણા સારા બોલરો છે. તેથી બોલરની પણ ભૂમિકા મારી પાસે છે તેથી હું હંમેશા તૈયાર રહું છું.તક મળે ત્યારે બોલિંગ કરૂ છું.

છગ્ગાઓમાં સૌથી ઊંચે જવાની સ્પર્ધા

યુસુફનો એક છગ્ગો 80 મીટર હોય છે બીજો તેનાથી ઊંચો 90 મીટરનો હોય છે તો ત્રીજો છગ્ગો તેનાથી પણ ઊંચો હોય છે તો શું છગ્ગામાં પણ કોઈ સ્પર્ધા હોય છે તે પૂછતા યુસુફે ઉત્તર વાળ્યો હતો કે મને ઘણી મજા આવે છે. જેટલો બોલ દૂર જાય છે તેટલી મને વધારે મજા આવે છે. ઉપરવાળાની કૃપા છે કે તેમણે મારા હાથમાં આટલી તાકાત આપી છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા