નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ફરી એક વખત કપડાની બાબતે વિવાદમાં યાના

* યાના ગુપ્તાને હાલમાં કપડા બાબતે બબાલ થતા એક એવોર્ડ ફંક્શનમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો

ઉલ્લેખનિય છે થોડા સમય પહેલાં યાના ગુપ્તા એક ઈવેન્ટમાં આંતર વસ્ત્રો પહેરવાનું ભૂલી ગઈ હતી. અને તે મુદ્દે તેની ઘણી જ ટીકા થઈ હતી. તો તે બાદ એક ડાન્સ ઈવનિંગમાં તેણે ખૂબ જ એક્સપોઝ કરતાં કપડા પહેર્યા હતાં તે મુદ્દે પણ તે ટીકા-ટિપ્પણીનો ભોગ બની હતી.

તો હાલમાં ફરી એક વખત કપડાના મુદ્દે તેને એક એવોર્ડ ફંક્શનમાંથી કાઢી નાખવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મહિલાઓને પ્રોત્સાહિત કરતાં આ એવોર્ડ ફકંશનને શશ રંજન ઓર્ગનાઈઝ કરી રહ્યાં છે.

આ એવોર્ડ સેરેમનીના ઓર્ગેનાઈઝરના જણાવ્યાં પ્રમાણે, ''યાના 7 તારિખે એટલે કે આજે દિલ્હીમા એક એવોર્ડ ઈવનિંગમાં પરફોર્મન્સ આપવાની હતી. પણ હવે તે આ ડાન્સ પરફોર્મન્સનો ભાગ બનશે નહીં.''

યાનાએ એ આખી રિહર્સલ પત્યા બાદ 6 તારિખે વહેલી સવારે તેના કોશ્ચ્યુમ વિશે વાંધો ઉઠાવ્યો હતો. તેણે અમારા કોશ્ચ્યુમ ડિઝાઈનરનો નહીં પણ પોતાના જ ડિસાઈનર દ્વારા ડિઝાઈન ડ્રેસ પહેરવાની વાત કરી હતી.

એટલું જ નહીં તે બદલ તેના ડિઝાઈનરને 40,000 અને આખી ક્રુ ટીમને 20,000 ચુકવવાની પણ માંગણી કરી હતી.

તેની આવી જ માંગણીઓ અને આવા એટિટ્યુડને કારણે તેને શોમાંથી બહાર કરી દેવામાં આવી છે.તેથી જ હવે આ શોમાં પરફોર્મ તે નહીં પણ ટીવી એક્ટ્રેસ જસવિર કૌર કરશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા