નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વેલેન્ટાઈન ડે પહેલા આવી રીતે શોધો પાર્ટનર

વેલેન્ટાઈન ડે નજીક છે અને શું તમે હજી પણ સિંગલ જ ફરો છો. વેલ તમારે જરૂર છે જલ્દીથી કોઈ પાર્ટનર શોધી લેવાની. યુવતી જ્યારે કોઈના પ્રેમમાં હોય છે ત્યારે તે જાણે અજાણે પુરુષને કંઈકને કંઈક સંકેતો આપતી હોય છે. તેવી જ રીતે પુરુષો પણ પોતાને ગમતી યુવતીને સંકેતો આપતા હોય છે. તમારે માત્ર એ સંકેતો ઉકેલવાની જરૂર છે.

સ્ત્રીના સંકેતો:

1. જો તમને જોઈને કોઈ યુવતી વાળમાં હાથ ફેરવે અથવા આંગળી ફેરવે અને વારેવારે તમારી તરફ જોવાનો પ્રયાસ કરે તો સમજો રસ્તો સાફ છે. તે તમારુ ધ્યાન ખેંચવા માંગે છે. તે પણ તમને પસંદ કરે છે અને ઈચ્છે છે કે તમે તેની સાથે વાત કરો અને તેની પ્રશંસા કરો.

2. જો કોઈ યુવતી તમારી આંખોમાં આંખો નાંખીને વાત કરે તો સમજો કે તે પણ તમને પ્રેમ કરે છે. સાથે જ તે તમારા પર પૂરો વિશ્વાસ પણ કરે છે. વાતચીત દરમિયાન તે તમારી તરફ જુએ અને નજરો નમાવી લે તો સમજો કે તમારા પ્રત્યે આકર્ષિત છે અને તમે તેના પ્રત્યે આકર્ષાવ તેમ ઈચ્છે છે.

3. તમે ડાન્સ ફ્લોર પર મસ્ત બનીને ડાન્સ કરી રહ્યા હોવ અને કોઈ યુવતી તમારી તરફ ડાન્સ કરવા માટે હાથ આગળ વધારે તો તેને તમારી કંપની પસંદ છે. જો તે તમને પહેલાથી ઓળખે છે અને તમારી વાતોમાં રસ લે છે તો તે તમને વધુ જાણવા માંગે છે. મતલબ કે આ પોઝિટિવ સંકેત છે.

પુરુષના સંકેતો:

1. તે પોતાના મિત્રોના ટોળા સાથે ઊભો હશે પણ વારેવારે તમારી જોતો હશે તો સમજો કે તમને પસંદ કરે છે. તે હંમેશા પ્રયત્નો કરશે કે તેની નજર તમારી ઉપર રહે તે જગ્યાએ તે ઊભો રહે. તમારે થોડુ નિરિક્ષણ કરવાની જરૂર છે.

2. જો તમારી સાથે વાત કરતી વખતે તે નવા નવા વિષયો પર વાત કરતો રહે તો માનો કે તે તમારી સાથે વધુ સમય ગાળવા માંગે છે.

3. ઘણા પુરુષો એવા હોય છે જે તમને રહસ્યમય લાગી શકે છે, ક્યારેક તમારી નજીક આવવાનો પ્રયત્ન કરે છે તો ક્યારેક બેખબર બનીને ઊભો રહે છે. આવા પુરુષો જાણવા માંગતા હોય છે કે શું તમે તેને પસંદ કરો છો કે નહીં, જો તેને તમારા તરફથી કોઈ સંકેત મળે તો તે આગળ વધશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા