નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વિશ્વકપની કેટલીક માણવાલાયક ક્ષણો ભાગ-1



- 1983માં કપિલ દેવે વિવિયન રિચાર્ડ્સનો કેચ પકડીને મેચનું પરિણામ બદલી નાંખ્યું હતું.
- રોડ્સે 1992ના વિશ્વકપમાં ઇન્ઝમામને રન આઉટ કર્યો એ વિશ્વ ક્રિકેટના સર્વ શ્રેષ્ઠ રન આઉટમાનો એક
- 2003માં સચિને 98 રન ફટકારી અખ્તરની બોલતી બંધ કરી દીધી હતી



19 ફ્રેબુઆરીથી વિશ્વ ક્રિકેટનાં મહાકુંભની શરુઆત ભારતીય ઉપખંડોમાં થઇ રહી છે. વિશ્વકપમાં દરેક ટીમના પ્રદર્શનની ગંભીરતાથી નોંધ લેવાતી હોય છે. અને તેથી જ દરેક ખેલાડી પોતાના દેશ માટે વિશ્વકપની મેચ દરમિયાન શક્ય તેટલું સારું પ્રદર્શન કરવા મહેનત કરે છે. અહીંયા આવી જ કેટલીક વિશ્વકપની યાદગાર ક્ષણો અને ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રદર્શન અંગે માહિતી આપવામાં આવી છે.

જ્હોન્ટી રોડ્સની અદ્દભૂત ડાઇવ અને ઇન્ઝમામ રન આઉટ

1992ના વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ બ્રિસબેનના મેદાનમાં પાકિસ્તાન જેવી પ્રતિભાશાળી ખેલાડીઓથી ભરેલી ટીમનો સામનો એક ગ્રુપ મેચ દરમિયાન કર્યો હતો. એ સમયના પાકિસ્તાનના સુકાની ઇમરાન ખાન સાથે ઇન્ઝમામ ઉલ હક બેટિંગ કરી રહ્યો હતો. હક 48 રન પર હતો ત્યારે બોલ તેના પેડ સાથે અથડાઇને પોઇન્ટમાં ઉભા રહેલા જ્હોન્ટી પાસે ગયો હતો. બોલ જ્હોન્ટી સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં રન લેવાનો પ્રયાસ હકે કર્યો હતો. પરંતુ ઇમરાન ખાનએ તેને પાછા ફરવા જણાવ્યું હતું. ઇન્ઝમામ ઉલ હક ક્રિઝમાં પહોંચે તે પહેલા જ્હોન્ટી રોડ્સે ડાઇવ લગાવીને તેને આઉટ કરી દીધો હતો. જ્હોન્ટીએ ઇન્ઝમામને કરેલો રન આઉટ એ ક્રિકેટ ઇતિહાસનો સૌથી લોકપ્રિય રનઆઉટ છે. દક્ષિણ આફ્રિકા આ મેચ 20 રનથી જીતી ગયું હતું.

ડોનાલ્ડે રન દોડવાની તસ્દી ના લીધી

1999ની બીજી સેમી ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ હતી. આ મચે વનડે ઇતિહાસની શ્રેષ્ઠ મેચોમાંની એક મેચ માનવામાં આવે છે. વિજય માટે 214 રનનાં લક્ષ્યાંકનો પીછો કરી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત નબળી રહી હતી અને લગભગ તેની હાર નિશ્ચિત હતી જ્યારે લાન્સ ક્લુઝ્નર બેટિંગ માટે આવ્યો હતો. તેણે શરૂઆતના 14 બોલમાં જ 31 રન ફટકારી લીધા હતા. મેચની અંતિમ ઓવર ઘણી જ રસપ્રદ રહી હતી. ક્લુઝ્નરે અંતિમ ઓવરના પ્રથમ બે બોલમાં બે બાઉન્ડ્રી ફટકારીને સ્કોર ઇકવલ કરી નાંખ્યો હતો. હવે જીત માટે ચાર બોલમાં માત્ર એક રનની જ જરૂર હતી. ક્લુઝ્નરે બોલ ફટકારીને એક રન લેવા માટે પ્રયત્ન કર્યો હતો. તે સામે છેડે પહોંચી પણ ગયો હતો પણ સામે ઉભેલો ડોનાલ્ડ તેના કોલને સમજી શક્યો ન હતો અને પીચ છોડી ન હતીં. જ્યારે તેને ભાન થયું ત્યારે તે બેટ મુકીને દોડવા લાગ્યો હતો પરંતુ માર્ક વોએ પહેલા ફ્લેમિંગ અને પછી ફ્લેમિંગે ગિલક્રિસ્ટને થ્રો કરતા ડોલાન્ડ રન આઉટ થયો હતો. આ મેચ ટાઇ થઇ હતી અને રનરેટના કારણે ઓસ્ટ્રેલિયાને વિશ્વકપની ફાઇનલમાં સ્થાન મળ્યું હતું.

સંદ્ધુના બોલને જોર્ડન સમજી ન શક્યો

25મી જૂન 1983માં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વિશ્વકપની ફાઇનલ મેચ રમાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝ સામે 184 રનનો સામાન્ય સ્કોર ખડો કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ લાઇન જોતા બધાને લાગતું હતું કે, ભારત આ મેચ હારી જશે. ભારતને સફળ શરૂઆતની જરૂર હતી અને બલ્વિન્દર સિંહ સંદ્ધુએ ભારતને પ્રથમ સફળતા અપાવતા જોર્ડનને બોલ્ડ કર્યો હતો. સંદ્ધુએ નાંખેલો એ બોલ જોર્ડનને સમજાયો જ ન હતો. ભારત 1983ની આ ફાઇનલ જીતીને વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.

કપિલે ઝડપેલા કેચે મેચની બાજી પલ્ટી નાંખી

1983ની મેચમાં બીજો અપસેટ ત્યારે સર્જાયો હતો. જ્યારે કપિલ દેવે મેચમાં જામી ચુકેલા વેસ્ટ ઇન્ડિઝનાં એ સમયના વિસ્ફોટક બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સનો કેચ ઝડપ્યો હતો. ભારતે આપેલા 184 રનનો પીછો કરી રહેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમને શરૂઆતમાં ઝટકો પહોંચ્યો હવા છતાં પણ રિચાર્ડ્સે પોતાના વિસ્ફોટક અંદાજને ચાલું રાખતાં 27 બોલમાં 33 રન ફટકાર્યા હતા. તેઓ જે રીતે રમી રહ્યાં હતા ત્યારે એમ જ લાગી રહ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝની જીત પાકી છે. પરંતુ મદનલાલએ બોલિંગ કરવાની જીદ પકડતાં કપિલે તેઓને બોલિંગ કરવા આપી હતી. જેમાં રિચાર્ડ્સે એક બોલ બાઉન્ડ્રી તરફ ફટકાર્યો હતો અને કપિલે આ કેચ પકડીને ભારતના વિજયની આશા જીંવત કરી દીધી હતી. 1983માં વિશ્વકપ જીતી ભારતે એક ઇતિહાસ રચી નાંખ્યો હતો.

તેંડુલકરનો અખ્તરને જવાબ

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી હોય ત્યારે સ્વાભાવિક જ છે કે મેદાન અને મેદાન બહારનું વાતાવરણ હમેંશા ગરમ રહે છે. 2003ના વિશ્વકપ વખતે પણ આવું જ કંઇક વાતાવરણ જોવા મળ્યું હતું. બન્ને દેશો ત્રણ વર્ષ બાદ એક બીજાની સામે રમી રહ્યાં હતા. અખ્તરે મેચ શરૂ થઇ તે પહેલા ઘણી વખત એમ કહ્યું હતું કે તે સચિને શરૂઆતમાં જ પેવેલિયન ભેગો કરી દેશે. અખ્તરે કરેલા નિવેદનોનો જવાબ સચિને આ મેચમાં ફટકારેલા 98 રનથી આપી દીધો હતો. પાકિસ્તાને આપેલા 274 રનના લક્ષ્યાંક સામે સચિને ઉમદા પ્રદર્શન કરીને ભારતને સેફ ઝોનમાં મુકી દીધું હતું.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા