નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ગુજરાતના ડાંગમાં 9 કરોડના ખર્ચે રામાયણ પરિસર ઉભું કરાશે

રાજ્ય સરકાર ગુજરાતના ડાંગ જિલ્લામાં પૌરાણિક રામાયણ સાથે સંકળાયેલ પરિસર ઉભું કરવાની યોજના બનાવી રહ્યા છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન રામે ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો, તે સમયે તેઓ પંપા સરોવરે શબરીના એંઠા બોર ખાવા માટે આવ્યા હતા. તે પંપા સરોવર આજના ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાત સરકાર આ પૌરાણિક જગ્યાનો વિકાસ કરવા માંગે છે.

- ડાંગમાં સીતા વન, રામ સરોવર, શબરી ધામ, સંજીવની પર્વત, અંજની કૂંડ વગેરેનું નિર્માણ કરાશે.- પ્રવાસીઓ મુલાકાત લઇ શકે કે હેતુથી ડાંગ જિલ્લામાં 9 કરોડના ખર્ચે રામા પરિસર ઉભું કરવા માંગે છે.

રાજ્ય સરકાર રામાયણના આ સ્થળની પ્રવાસીઓ મુલાકાત લઇ શકે કે હેતુથી ડાંગ જિલ્લામાં 9 કરોડના ખર્ચે રામા પરિસર ઉભું કરવા માંગે છે.

રામ ભગવાને સીતા અને લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો તે સમયની કેટલીક ક્ષણોને અહિં રજૂ કરાશે. એટલે કે અહિં સીતા વન, રામ સરોવર વગેરે ઉભું કરાશે. આ ઉપરાંત શબરી ધામમાં ગરમ પાણીના કૂંડ, અંજની કૂંડ અને હનુમાનનો જન્મ થયો હતો તે અંજની પર્વતનું આબેહૂબ અહિં ચિત્રણ કરાશે.

તદ્ઉપરાંત લક્ષ્મણને જીવિત કરવા માટે સંજીવની જડીબુટ્ટી લાવવા માટે હનુમાનજી જે સંજીવની પર્વત ઉપાડીને લઇ આવ્યા હતા તે જગ્યાનું પણ આબેહૂબ ચિત્રણ કરાશે. આ ઐતહાસિક સ્થળને આકર્ષિત બનાવા માટે નવેસરથી મંદિર તૈયાર કરીને યાત્રાળુઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉભી કરાશે.

આ અંગે ડાંગના જિલ્લા કલેકટર પ્રવીણ સોલંકીએ કહ્યું કે અમે આ અંગે કાલ્પનિક પ્લાન તૈયાર કર્યો છે અને તેના માટે 9 કરોડનું બજેટ પાસ થયું છે. આ સ્થળને ટુરિઝમ ડેસ્ટીનેશન તરીકે વિકસાવામાં આવશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા