નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હેડન ગાંગુલીએ બ્રિસબેનમાં ફટકારેલી સદી ભૂલી ગયો લાગે છે

- ગાંગુલીએ મેથ્યુ હેડનની આકરી ઝાટકણી કાઢી
- હેડન ઈન્ટરનેશનલ ક્રિકેટરની જેમ વર્તે: ગાંગુલી
- ગાંગુલી ઉપરાંત ભજ્જીના પણ હેડન પર આકરા પ્રહારો

ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલીએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.

હેડને 2004માં રમાયેલી નાગપુર ટેસ્ટ અંગે પોતાની આત્મકથામાં લખ્યું છે કે ગ્રીન વિકેટ જોઈને ડરી ગયેલા ગાંગુલી અને સ્પિનર હરભજન સિંહે મેચમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધુ હતું.

2009માં નિવૃત્ત થઈ ચૂકેલા હેડને સ્ટેન્ડિંગ માય ગ્રાઉન્ડ નામની તેની આત્મકથામાં ગાગંલી અને ભજ્જીની આ વાત લખતા ગાંગુલીએ તેને વળતો પ્રહાર કર્યો છે. તે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો અને તે સાથે તેમણે શ્રેણી પણ જીતી લીધી હતી.

આ અંગે ગાંગુલીએ કહ્યું છે કે હું તેને વિનંતી કરૂ છું કે તે એક ઈન્ટરનેશનલ ખેલાડી તરીકે વર્તે.

નાગપુર વિકેટની તુલના બ્રિસબેનની ગાબા વિકેટ સાથે કરતા હેડને લખ્યું છે કે ગાંગુલીએ ગ્રીન વિકેટ જોઈને અંતિમ સમયે પોતાનું નામ પાછુ ખેંચી લીધુ હતું, તે માટે ગાંગુલીએ હેડનને ગાબા ખાતે તેણે ફટકારેલી સદીની યાદ અપાવી હતી.

તે બ્રિસબેનની તુલના નાગપુર સાથે કરે છે. તો તેણે બ્રિસબેન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મેં ફટકારેલી સદી યાદ કરવી જોઈએ. 2003થી અમે ઓસ્ટ્રેલિયાને બ્રિસબેનમાં હંમેશા પરાજય આપ્યો છે, તેમ ગાંગુલીએ કહ્યું હતું.

ચાર ટેસ્ટ મેચની તે શ્રેણીમાં ભારત 0-1થી પાછળ હતું. જેમાં નાગપુર ખાતેની ટેસ્ટમાં ગાંગુલીને પગના સ્નાયુઓની ઈજાના કારણે બહાર રહેવું પડ્યું હતું. અંતે ભારત નાગપુર ખાતેની ટેસ્ટ હારી ગયું હતું. અને ઓસ્ટ્રેલિયાએ 35 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી હતી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા