નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

રોઝ ડે: શા માટે આપવુ જોઈએ બ્લેક રોઝ?

કોઈ પણ પુરુષ ભલે ગમે તેટલો પહેલવાન હોય કે પછી ફૂલનદેવી જેટલી ખતરનાક યુવતી હોય પણ જ્યારે પોતાના પ્રેમની લાગણી વ્યક્ત કરવાનો વારો આવે ત્યારે આ બધાનો પરસેવો છૂટી જતો હોય છે. પણ આજે તમારા માટે એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ડે છે. હા, આજે તમારે પોતાના દિલની વાત કહેવા માટે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. કારણ કે આજે છે રોઝ ડે. માત્ર પ્રેમ જ નહીં તમારા દિલની કોઈ પણ લાગણી વ્યક્ત કરવા માટે તમને ગમતી વ્યક્તિને આપો અલગ અલગ રંગના રોઝ. તો આગળ વાંચો અને જાણો કે ક્યા રંગના ગુલાબનો અર્થ કઈ લાગણી વ્યક્ત કરવા માટે કરી શકાય છે.

1. રેડ રોઝ: કોઈને પ્રેમ કરવો એ એક બહુ જ મસ્ત લાગણી છે. જ્યારે તમે કોઈનાં પ્રેમમાં હશો ત્યારે તમને તમારી આસપાસની આખી દુનિયા સુંદર જ લાગશે. જો તમે કોઈને મનમાં ને મનમાં પ્રેમ કરતાં હોવ પણ તેની સામે જઈને કહેવાની હિંમત ન ચાલતી હોવ તો કંઈ વાંધો નહીં. એક લાલ ગુલાબ લઈને તેને આપી દો. જો તે વ્યક્તિ તમે આપેલા લાલ ગુલાબનો સ્વીકાર કરે તો સમજી જાવ કે તે પણ તમને એટલો જ પ્રેમ કરે છે જેટલો તમે તેમને કરો છો.

2. પિન્ક રોઝ: કોઈને પ્રેમ કરવો અને કોઈને પસંદ કરવા વચ્ચે ઝાઝો તફાવત નથી. પણ હા, કોઈની એક અદા પર તમે ફિદા હોવ અને તેને માત્ર આ વાત જણાવવા માંગતા હોવ તો તેમને આપી શકો છો ગુલાબી ગુલાબનો ગુલદસ્તો. તમારા મનની વાત તો તે સમજી જ જશે અને બની શકે કે તમને પણ સામે પિન્ક અથવા રેડ રોઝ મળી જાય, અજમાવી જુઓ.

3. યલો રોઝ: કહેવાય છે કે પ્રેમની શરૂઆત મિત્રતાથી થાય છે. જો તમે પ્રેમનો એકરાર ન કરવા માંગતા હોવ તો દોસ્તીનો હાથ લંબાવો. યલો રોઝ સ્વીકારવાની લગભગ કોઈ જ વ્યક્તિ ના નથી પાડતી. આખરે મિત્રતા ચિઝ જ એવી છે ને....

4. વ્હાઈટ રોઝ: સફેદ રંગ છે શાંતિનો રંગ. જો તમે બન્ને પહેલાથી જ જોડાયેલા હોવ પણ કોઈ નાની મોટી વાત પર ઝઘડો થઈ ગયો હોય તો સામેવાળાને મનાવવાનો આ સરળ રસ્તો છે. તેમને સફેદ ગુલાબનો એક બુકે ભેટમાં આપો. સફેદ રંગની પવિત્રતા અને તાજગી જોઈને સામેવાળાનો ગુસ્સો આપોઆપ પીગળી જશે.

5. બ્લેક રોઝ: વેલ, આમ તો અમે આશા રાખીએ કે તમારે ક્યારેય આ રોઝની જરૂર ન પડે. પણ જો તમે તમારા પાર્ટનરથી ખરેખર દૂર જવા માંગતા હોવ તો તેમને બ્લેક રોઝ આપી શકો છો. આનો અર્થ થાય છે બ્રેકઅપ.

6. ગ્રીન રોઝ: જો તમે ઈકો ફ્રેન્ડલી વેલેન્ટાઈન ડે મનાવવાની યોજના કરી રહ્યા હોવ તો શરૂઆત આજથી જ કરો. તમારા પ્રેમી કે પ્રેમીકાને આપો ગ્રીન રોઝ.

7. બ્લૂ રોઝ: જો તમે કોઈને તમારી સાથે ડેટ પર લઈ જવા માંગતા હોવ તો તેને બ્લૂ રોઝ આપી શકો છો. જો સામેવાળી વ્યક્તિ તેનો સ્વીકાર કરે તો માનો કે તે તમારી સાથે ડેટ પર આવવા માટે તૈયાર છે. પણ હા, તમારી ડેટને બહુ સારી રીતે પ્લાન કર્યા પછી જ આ રોઝ આપજો.

8. ઓરેન્જ રોઝ: વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓ માટે નથી હોતો. તમે જે વ્યક્તિને પ્રેમ કરતા હોવ તેવી કોઈ પણ વ્યક્તિને વેલેન્ટાઈ બનાવી શકો છો, તમારી માતા, બહેન, મિત્ર કે કોઈ પણ. સામેવાળી વ્યક્તિના ઉત્સાહ અને સ્ફૂર્તિની પ્રશંસા કરવા માટે તમે આપી શકો છો ઓરેન્જ રોઝ.

9. લવન્ડર રોઝ: અમુક વ્યક્તિ ખરેખર સુંદર હોય છે પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે ત્યારે તેને બધુ જ સુંદર લાગતુ હોય છે. કોઈ વ્યક્તિને તેની સુંદરતાનો અહેસાસ કરવવા માંગતા હોવ તો તેને લવન્ડર રોઝ આપી શકો છો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા