નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હું જ છું નંબર 1 એક્ટ્રેસ- પ્રિયંકા!

-પ્રિયંકા તેની પહેલી ફિલ્મથી અત્યારની ફિલ્મી સફર જોઈ પોતાને નંબર-1 માને છે

પ્રિયંકા ચોપડાની આગામી ફિલ્મ 'સાત ખૂન માફ' ટુંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહીં છે. પણ એક્ટ્રેસ પ્રિયંકા આ વાતે જરાં પણ ઘભરાયેલી નથી કે તેની આ ફિલ્મને દર્શકો તરફથી કેવી પ્રતિક્રિયા મળશે?

હાલમાં તો ફિલ્મના ટ્રેલરને સૌ કોઈએ વખાણ્યું છે અને દર્શકોએ આ ફિલ્મ વિશે ખાસી એવી જિજ્ઞાસા વ્યક્ત કરી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોએ પ્રિયંકાને મેસેજ અને કોલ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે પ્રિયંકાને 'સાત ખૂન માફ' વિશે વાત કરાવામાં આવી તો તેણે જણાવ્યું હતું કે, ફિલ્મ વિશે વધુ વિચારતી નથી. મારા માટે આ એક ફિલ્મ છે તેનાથી વધુ કંઈ જ નહીં.

પ્રિયંકાએ એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ''હું કોઈ પ્રકારના સર્વે પર વિશ્વાસ કરતી નથી. હું ટોપ-5 અભિનેત્રીઓમાં શામેલ થવું કે ન થવુ મારા માટે તે મહત્વ ધરાવતું નથી. કારણકે, મારી પહેલી ફિલ્મથી અત્યારની 'સાત ખૂન માફ'નો મારો સફર જોઈ હું પોતાની જાતને નબંર વન એક્ટર માનું છું.''

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા