નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કોઈ દી' જોઈ છે આટલી મોંઘી કેરી

જી હા આ વાત તદ્દન સાચી છે કે માત્ર એક કેરી અત્યાર સુધીની રેકૉર્ડ કિંમતે વેચાઈ છે. ફળોમાં રાજા ગણાતી કેરીની ભલે સફરજન જેટલૂ મૂલ્ય ન હોય, પરંતુ આ વખતે તેણે સૌની આખો પહોંળી કરી દીધી છે.

હાઇલાઇટ્સઃ-

- એક કેરી 600 રૂપિયામાં વેચાઈ છે
- તેના મુહૂર્તમાં તેની કિંમતોએ જાણે આકાશ સ્પર્શી લીઘુ છે
- માર્કેટમાં પહેલી ચાર પેટિઓ 7000-7000 રૂપિયામાં વેચાઈ છે
- એક રેકોર્ડ ભાવ છે. દરેક પેટીમાં માત્ર 12 જ કેરી હોય છે

મહારાષ્ટ્રમાં કેરીની સીઝન શરૂ થઈ ચુકી છે, અને તેના મુહૂર્તમાં તેની કિંમતોએ જાણે આકાશ સ્પર્શિ લીઘુ છે, અને તેને જોતા એક કેરી 600 રૂપિયામાં વેચાઈ છે.

મુંબઈના પ્રસિદ્ધ ક્રોફૉર્ડ માર્કેટમાં પહેલી ચાર પેટીઓ 7000-7000 રૂપિયામાં વેચાઈ છે, જે એક રેકોર્ડ ભાવ છે. દરેક પેટીમાં માત્ર 12 જ કેરી હોય છે.

ત્યાંજ પુનામાં આ બોલી એપીએમસીએ લગાવડાવી, અને ત્યાં એક પેટી 11,111 રૂપિયામાં એટલે કે ત્યાં દરેક કેરીની કિંમત 450 રૂપિયામાં બોલાઈ છે, અને તેને એક એનઆરઆઈએ ખરીદી છે.

વિદેશોમાં રહેનારા ભારતીયો પોતાના બાળકો માટે અહીંયાથી કેરીઓ ખરીદીને લઈ જાય છે. કેરીઓની ઔપચારિક સીઝન હજુ શરૂં નથી થઈ, આ તો માત્ર શરૂઆતનો પાક જ છે.

કેરીઓના વેપારીઓનું કહેવુ છે કે આ કિંમત ચુકવાઈ છે માત્ર પબ્લિસિટી માટે. આમ તો ઓછા પૂરવઠાના કારણે કેરીઓ હજુ મોંઘી રહેશે. એપ્રિલમાં જ તેની સાચી કિંમતોની જાણકારી મળશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા