નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગોધરા ટ્રેનકાંડ ષડયંત્ર હતું: ચૂકાદાથી ગુજરાત સરકારનું તારણ સાચું ઠર્યું

-ગોધરા ટ્રેનકાંડનો ચૂકાદો, 31 દોષિત, 63 આરોપીઓ નિર્દોષ
- ૯૮ આરોપીના ભાવિનો ૯ વર્ષે ફેંસલો થયો 
-ચુકાદા પૂર્વે રાજ્યભરમાં પોલીસ સ્ટેન્ડ ટુ
- સાબરમતી ટ્રેનકાંડમાં અયોધ્યાથી પરત આવતા કારસેવકો સહિત ૫૯ લોકો જીવતા ભૂંજાયા હતા

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરા ગોઝારા હત્યાકાંડ કેસમાં વિશેષ અદાલતે આજે ૩૧ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા જ્યારે મુખ્ય આરોપી માનવામાં આવી રહેલા મૌલાના ઉમરજી સહિત ૬૩ને પુરાવાના અભાવે નિર્દોષ છોડવાનો આદેશ કર્યો હતો. જોકે આ લોકોને નિર્દોષ છોડવાના કોર્ટના નિર્ણયને પડકારવામાં આવશે તેમ સમગ્ર ગોધરાકાંડની તપાસ કરી રહેલી વિશેષ ટીમે (સિટ) જણાવ્યું હતું. અદાલતના આજના ચુકાદાના મિશ્ર પ્રત્યાઘાતો આવી રહ્યા છે. કસૂરવાર ઠરેલા આરોપીઓને સજાની સુનાવણી ૨૫ ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

અયોધ્યાથી પરત આવી રહેલા ૫૯ કાર સેવકોને ગોધરા રેલવે સ્ટેશને જીવતા સળગાવી દેવા પાછળ પૂર્વયોજિત કાવતરું હતું એ વાતનો સ્વીકાર કરીને વિશેષ અદાલતે હાજી બિલાલ અને રઝાક કુરકુર સહિત ૩૧ને કસૂરવાર ઠેરવ્યા છે. અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં આ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. વિશેષ અદાલતના જજ પી આર પટેલે વૈજ્ઞાનિક પુરાવા, સાક્ષીઓના નિવેદનો, સાંયોગિક તેમજ અન્ય દસ્તાવેજી પુરાવાને આધારે આ ચુકાદો આપ્યો હતો.

કાવતરાની થીયરી અંગે પૂછવામાં આવતા સરકારી વકીલ જે એમ પંચાલે જણાવ્યું હતું કે, ‘‘પેટ્રોલ લાવવામાં આવ્યું હતું અને ટ્રેનને ખાસ અટકાવવામાં આવી હતી. ત્યારબાદ વીજળીની લાઈન કાપી નાખવામાં આવી હતી અને એસ-૬ ડબામાં ખૂબ મોટી માત્રામાં પેટ્રોલ નાખીને આગ લગાડી દેવામાં આવી હતી.

આ કેસની કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા ૨૫૩ સાક્ષીઓની ઊલટતપાસ કરવામાં આવી હતી તથા પોલીસ દ્વારા ૧૫૦૦ કરતાં વધુ દસ્તાવેજી પુરાવા અદાલત સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ૧૩૪ આરોપીઓ હતા જે પૈકી ૧૪ને પહેલા જ પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા, જ્યારે પાંચ સગીર વયના હતા અને બીજા પાંચ કેસની નવ વર્ષની કાર્યવાહી દરમિયાન કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા. આ કેસમાં હજુ ૧૬ આરોપીઓ ભાગેડુ છે જ્યારે બાકીના ૯૪ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. આ ૯૪ પૈકી ૮૦ જેલમાં છે જ્યારે ૧૪ જામીન ઉપર મુક્ત છે.

દરમિયાન, ચુકાદામાં ૬૩ને નિર્દોષ જાહેર કરવામાં આવતા તે અંગે પ્રત્યાઘાત આપતા વિશેષ તપાસ ટીમ (સિટ)ના વડા આર કે રાઘવને જણાવ્યું હતું કે, ‘‘અમે અપીલ કરવા અંગે વિચારી રહ્યા છીએ. વાસ્તવમાં એ જ તાિર્કક છે, છતાં હાલ હું કોઈ સ્પષ્ટ નિર્ણય આપવા માગતો નથી.’’

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ