નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક ગજબની ચાહત, તસવીરોમાં

રજનીકાન્તભાઇ તેમના કલેક્શનનું પ્રદર્શન યોજશે
અમદાવાદના રજનીકાન્તભાઇ ચૌહાણ સચિન તેન્ડુલકરના અનોખા ચાહક છે. તેમણે સચિનના જન્મથી લઇને અત્યાર સુધીની તેની જિંદગીના તમામ રેકોર્ડની નોંધ રાખી છે. આ નોંધ અને અન્ય યાદગારી ચીજોનું તેઓ ૧૮ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં અંધજન મંડળ ખાતે પ્રદર્શન યોજશે.

સચિને પ્રથમ વખત હાથમાં બેટ પકડ્યું ત્યારથી લઇને આજ સુધી તેણે જેટલા રેકોર્ડ કર્યા છે તે તમામ રેકોર્ડ અને ન્યુઝપેપરના કટિંગ તેમણે સાચવી રાખ્યા છે. આ સિવાય તેમની પાસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ પણ ઉપલબ્ધ છે. સચિનના જન્મથી લઇને વિવિધ સેલિબ્રિટી સાથેના ફોટો, તેના લગ્નના ફોટા, તેને મળેલા અચિવમેન્ટના ફોટો પણ આ કલેક્શનમાં છે.

આ વિશે રજનીકાન્તભાઇએ જણાવ્યું કે, હું છેલ્લા ૧૫ વર્ષથી આ કલેક્શન એકઠું કરી રહ્યો છું. મારે વર્લ્ડકપ પહેલાં મારી તમામ વસ્તુઓનું કલેક્શન કરીને તેનું પ્રદર્શન યોજવું છે. આ માટે હું છેલ્લા બે મહિનાથી દરરોજ ૧૦ કલાક મહેનત કરીને ડોકયુમેન્ટ તૈયાર કરી રહ્યો છું. તેમાં હું સચિનની સફળતા વિશે લખાણ લખું છું. આ સિવાય મારી પાસે વન-ડે રેકોર્ડ, ટેસ્ટ મેચ રેકોર્ડ, વર્લ્ડકપ રેકોર્ડ, સેન્ચ્યુરી વગેરે જેવા રેકોર્ડ વગેરેની માહિતી છે જેને એક પેજ પર લખી છે. તેમની પાસે સચિનના ૫૦૦થી પણ વધારે ફોટા અને ૧૫૦ જેટલા વિવિધ લખાણ છે.

સચિનના વ્યક્તિત્વથી ઇમ્પ્રેસ

સચિનના ચાહક બનવા વિશે રજનીકાન્તભાઇએ કહ્યું કે, ક્રિકેટર ઘણા બધાં છે પરંતુ સચિન ક્રિકેટમાં તો સારી રીતે રમી રહ્યો છે પરંતુ તેની સાથે-સાથે તે પોતે વ્યક્તિ તરીકે પણ અલગ ઓળખ ઊભી કરે છે. તેના વ્યક્તિત્વથી હું ઇમ્પ્રેસ થઇ ગયો છું. હું તેનો ચાહક છું પરંતુ મને તેને મળવાનો કોઇ ક્રેઝ નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ