નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

...તો ગર્લફ્રેન્ડ 100 ટકા ‘હા’ જ પાડશે

આ વેલેન્ટાઇન ડે પર કરો કંઇક હટ કે પ્રપોઝ

પ્રપોઝ કરવા માટેની કેટલીક ખાસ અને અસરકારક જગ્યાઓ

બગીચા કે કોઈ સુંદર સ્થળે જઈને તો સૌ કૌઈ પ્રપોઝ કરે, પણ તમારે જો તમારી પ્રેમિકા પાસે હા જ પડાવવી હોય તો કંઈક હટ કે રીતે પ્રપોઝ કરો. તમારી પ્રપોઝ કરવાની સ્ટાઇલ એવી હોવી જોઇએ કે તમારી પ્રેમિકાએ ફિદા થઈને હા આપવી જ પડે. 




લિફ્ટમાં પ્રપોઝઃ લિફ્ટમાં જ્યારે આપણે સાવ એકલા હોઇએ ત્યારે આપણને ખાસ સર્જનાત્મક વિચારો આવતા હોય છે. જો તમે અને તમારી પ્રેમિકા એકલા લિફ્ટમાં જતા હો તો તમારી પ્રેમિકાને પ્રપોઝ કરવાનો એ બેસ્ટ સમય છે. 








 પિઝા મેન દ્વારાઃ જો તમે તમારી ગર્લફ્રેન્ડની સામે પ્રેમનો એકરાર કરતા શરમાતા હો તો એક બીજો કીમિયો પણ છે. જો તમે પિઝાના શોખીન હો તો તમારી ગર્લફ્રેન્ડને પિઝા મોકલાવો અને તેની સાથે તમારા પ્રેમનો સંદેશો પણ. 








 અંડરવોટરઃ આ રીતે પ્રપોઝ કરવા માટે તમને અને તમારી ગર્લફ્રેન્ડને સ્વિમિંગ આવડતું હોવું જરૂરી છે. તમે અને તમારી ગર્લફ્રેન્ડ સ્કૂબા ડાઇવિંગ કરો અને પછી પાણીની અંદર જઈને પ્રપોઝ કરો. તમારી પ્રેમિકા તમને ના નહીં જ પાડી શકે. 








 સિનેમાના પડદા પરઃ આ સ્ટાઇલ આપણે કેટલીક ફિલ્મોમાં જોઈ છે અને આજના સમયમાં થોડી ખર્ચાળ પણ છે, પરંતુ જ્યારે તમારી ગર્લપ્રેન્ડ જોશે કે તમારામાં આટલા બધા લોકોની સામે પ્રપોઝ કરવાની હિંમત છે, તો તે તમારા પર ચોક્કસ ફિદા થઈ જશે. 






 જાયન્ટ વ્હીલમાં: જો તમે રાઇડિસના શોખીન હો તો આ પ્રપોઝ કરવાનો આ રસ્તો સારો છે. રાઇડ્સમાં તમારી પ્રેમિકા પણ એકદમ ખુશ મૂડમાં હશે, આથી જવાબ ‘ના’માં આવવાની શક્યતા બહુ ઓછી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ