નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

નોકિયાને હંફાવશે, 'લાવા બી-8' ઘૂમ મચાવશે

મોબાઇલ ફોનના બજારમાં વધતી હરિફાઈથી ગ્રાહકોને તો ભાઈ બલ્લે-બલ્લે થઈ રહી છે. લાવા કંપનીએ માત્ર 3999માં તેનો અત્યાધૂનિક સુવિધાઓથી સજ્જ સ્માર્ટફોન પ્રસ્તુત કર્યો છે.

મોબાઇલ કંપનીઓની વચ્ચે ઓછામાં ઓછી કિંમતોએ વધારે આકર્ષક ફિચર્સ વાળા મોબાઇલ ફોન લૉન્ચ કરવાની સ્પર્ધા જામી છે. અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને થઈ રહ્યો છે.

હાઇલાઇટ્સઃ-
- 3999 રૂપિયામાં વાઈ-ફાઈ ફિચર્સથી લેસ બજારમાં ઉતારી દીધો
- ક્વાર્ટી કી પેડ, ટ્રેક-પેડ, પુશ ઈમેલ, 3.2 મેગાપિક્સલ કેમેરો જેવા ફિચર્સ
- મોબાઇલ હેન્ડસેટના લુક ઉપર પણ ખાસ્સુ ધ્યાન આપ્યુ છે
- આ મોબાઇલ ખાસ્સો સ્લિમ છે


હવે મોબાઇલ ફોન બનાવનારી કંપની લાવાએ માત્ર 3999 રૂપિયામાં વાઈ-ફાઈ ફિચર્સથી લેસ પોતાનો મોબાઇલ બજારમાં ઉતારી દીધો છે. આ મોબાઇલને નામ અપાયુ છે , લાવા બી-8.

આ ફોનમાં ક્વાર્ટી કી પેડ, ટ્રેક-પેડ, પુશ ઈમેલ, 3.2 મેગાપિક્સલ કેમેરો વિથ ફ્લેશ લાઇટ જેવા ફિચર્સ પણ ઉપલબ્ધ કરાવાયા છે. કંપનીએ પોતાના આ ખાસ મોબાઇલ હેન્ડસેટના લુક ઉપર પણ ખાસ્સુ ધ્યાન આપ્યુ છે.

આ મોબાઇલ ખાસ્સો સ્લિમ છે. કંપનીને આશા છે કે ખાસ્સી ઓછી કિંમત ઉપર સ્માર્ટફોન વાળા ખાસ્સા ફિચર્સ પુરા પડાયા છે, જેનાથી ભારતીય ગ્રાહકોને આ સ્માર્ટફોનમાં ખૂબ પસંદ પડશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા