નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

મુંબઈ હુમલામાં અમેરિકાનું મોઢું બંધ કરાવવા પાકિસ્તાને ચાલી ચાલ!

>>પાક. અમેરિકન અધિકારીની મુક્તિના બદલે અમેરિકા સામે શરત મુકી શકે
>>અધિકારીની મુક્તિના સંદર્ભમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સૈન્ય પ્રમુખે મુલાકાત કરી
>>આઈએસઆઈના પ્રમુખ શુઝા પાશા મુંબઈ હુમલામાં અમેરિકાના સન્મસથી નારાજ

મુંબઈ હુમલાને લઈને પાકિસ્તાન વિરુદ્ધ અમેરિકાનું કડક વલણ તેના અધિકારીની મુક્તિ આડે આવી રહ્યું છે. એક સૂત્રએ દાવો કર્યો છે કે પાકિસ્તાનની જાસૂસી એજન્સીના પ્રમુખ લેફ. જનરલ અહમદ શુઝા પાશા મુંબઈ હુમલા સાથે જોડાયેલા એક કેસમાં અમેરિકાની કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સથી ખૂબ નારાજ છે.

હવે તે બે પાકિસ્તાનીઓની હત્યાના આરોપી એવા ડિપ્લોમેટ રેમન્ડ ડેવિસની મુક્તિને અટકાવી અમેરિકાને ઘૂંટણિયા ટેકવવા માગે છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે પાકિસ્તાન આ ડિપ્લોમેટની ધરપકડ કરી શકે નહીં.

‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન’ વર્તમાનપત્રએ એક અનામી જાસૂસી અધિકારીના હવાલેથી લખ્યું છે કે સરકાર એટલા માટે ડિપ્લોમેટની મુક્તિ માટે કડક વલણ અપવાની રહી છે કારણ કે અમેરિકા વારે-વારે આઈએસએસ મુંબઈ હુમલામાં સામેલ હોવાનું કહી રહ્યું છે.

ગયા વર્ષે બ્રુકલિનની એક કોર્ટે મુંબઈ હુમલામાં માર્યા ગયેલા બે યહૂદિઓના સંબંધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા શુઝા પાશા અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિસ સઈદને સમન્સ પાઠવ્યું હતું.

અધિકારીએ કહ્યું હતું કે ડિપ્લોમેટની ધરપકડના સંબંધમાં ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સેના પ્રમુખ વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમનો વિચાર છે કે તપાસના આવા સ્તર પર તેની મુક્તિ યોગ્ય નથી. ત્રણેય લોકો એ વાત પર સહમત થયા હતાં કે અધિકારીને ત્યારે જ છોડવામાં આવે જ્યારે અમેરિકા ભવિષ્યમાં મુંબઈ હુમલામાં આઈએસઆઈ અથવા કોઈ અધિકારીનું નામ નહીં લે. જો કે આ અંગે અમેરિકન દૂતાવાસે વર્તમાનપત્રને કહ્યું હતું કે તેનું આવો કરવાનો હાલમાં કોઈ ઈરાદો નથી.

હત્યા કેસમાં નવો વણાંક

અમેરિકન અધિકારી દ્વારા 27 જાન્યુઆરીના રોજ લાહોરમાં બે પાકિસ્તાનીઓની ગોળી મારીને કરવામાં આવેલી હત્યામાં નવો વણાંક આવ્યો છે. વર્તમાનપત્રએ સૂત્રના હવાલેથી દાવો કર્યો છે કે માર્યા ગયેલા યુવકો જાસૂસી તંત્ર સાથે જોડાયેલા હતાં. તેમણે અમેરિકન અધિકારીને એવી પ્રવૃતિમાં સંડોવાયેલો હોવાનું શોધી કાઢ્યું હતું જે પાકિસ્તાન માટે ખતરા સમાન હતું.

ઘટના બાદ ડેવિસે પોલીસને કહ્યું હતું કે તેણે આત્મરક્ષા માટે ગોળી ચલાવી હતી, જેમાં બંને યુવકના મોત થયા હતાં. પોલીસે શરૂઆતની તપાસમાં માલુમ કર્યું હતું કે બંને યુવકો તેને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. ડેવિસ હાલમાં લાહોર પોલીસ કસ્ટડીમાં છે. અમેરિકા પાકિસ્તાન પાસે કોઈ શરત વગર તેની મુક્તિની માગણી કરી રહ્યું છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા