નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચીની કંપનીએ ગુજરાતની કંપનીને ચુનો ચોપડ્યો

- અંકલેશ્વરની કંપની સાથે ઠગાઇ કરનાર કંપની સામે ફરિયાદ

ચીનની ઝીંગટાન ટાઇનવાન કેમી પ્રોડકટ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતી કંપનીએ અંકલેશ્વરની જય પ્રોસેસ કંપનીને ર૦૦ ટન કેલ્શિયમ નાઇટ્રેટ કેમિકલની જગ્યાએ સફેદ માટી (મિનરલ પાવડર) પધરાવી દઇ રૂપિયા ૪૩.૫૦ લાખ ઉપરાંતનો ચુનો ચોપડતાં ઉદ્યોગ જગતમાં હડકંપ મચી ગઇ છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી જય પ્રોસેસ કંપની સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટનું ઉત્પાદન કરે છે. જેમાં સોડા એશ, કોસ્ટીક સોડા, નાઇટ્રીક એસીડ અને કેલ્શિયમ નાઇટ્રેટ નામના કાચા માલનો વપરાશ કરે છે.મુખ્યત્વે ગ્લાસ બનાવતી કંપનીની પ્રોડકટમાં વપરાતું કેલ્શિયમ નાઇટ્રેટ દેશનાં બજારમાં રૂપિયા ર૦-રર કિલોનાં ભાવે મળે છે. જે ચીનમાં ૧૪ રૂપિયે કિલો અને કસ્ટમ ડ્યુટી સાથે ભારતમાં ૧પ રૂપિયે મળે છે.

આ કંપનીના માલિક વિષ્ણુભાઇ પટેલે ચાઇનાના કુહોંગ જિલ્લાનાં ઝીંગટાઇ સિટીની ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઝીંગટાન ટાઇવાન કેમી. પ્રોડકટ કંપની સાથે ઇન્ટરનેટ માધ્યમથી કરાર કર્યો હતો જે મુજબ ર૦૦ ટન કેલ્શિયમ નાઇટ્રેટ મંગાવ્યો હતો.આંતરરાષ્ટ્રીય બજારનાં નિયમાનુસાર માલ ચાઇનાથી રવાના થતાં ૧૩ ડિસેમ્બર ર૦૧૦ના રોજ ર૯.૯૯ લાખ (૬૬,૬૦૦ ડોલર)ની ચુકવણી કરી હતી.

મુંબઇ કસ્ટમ ખાતે ૧૩ લાખ ઉપરાંતની કસ્ટમ ડયુટી ભરી ૪૩.પ૦ લાખ ઉપરાંતના કેલ્શિયમ નાઇટ્રેટનાં જથ્થા માટે ચુકવ્યા હતાં.ર૭ મી જાન્યુઆરીએ કંપની ખાતે કન્ટેનરમાં માલ આવી પહોંચતાં તેને બહાર કાઢતાં તેમાં મિનરલ પાવડર (સફેદ માટી) હોવાનું માલુમ પડતાં અંકલેશ્વરની કંપની સ્તબ્ધ થઇ ગઇ હતી.

છેતરપિંડીથી હેબતાઇ ગયેલાં જય પ્રોસેસ કંપનીનાં સત્તાધિશોએ ચાઇનાની કંપની સાથે વાતચીત કરતાં કંપનીએ ગલ્લા તલ્લા કર્યા બાદ વાતચીતનો દોર પણ બંધ કરી દીધો છે. જય પ્રોસેસ કંપનીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં ગુનો ચીનમાં બન્યો હોવાથી અંકલેશ્વર પોલીસે માત્ર જાણવા જોગ નોંધ દાખલ કરી સંતોષ માન્યો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ