નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

1987માં ના ચાલ્યો 83નાં કપિલનો જાદૂ

- ચેતન શર્માએ હેટ્રિક મેળવી ઇતિહાસ રચ્યો હતો
- સેમી ફાઇનલ સુધી ભારતે છમાંથી પાંચ મેચમાં વિજય મેળવ્યો હતો તેણે એકમાત્ર ઓસ્ટ્રેલિયા સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો અને તે પણ એક રનથી

વિશ્વકપની ચોથી આવૃતિ 1987માં ભારત અને પાકિસ્તાનમાં યોજાવામાં આવી હતી. પ્રથમ વખત એવું બન્યું હતું કે, વિશ્વકપનું આયોજન ઇંગ્લેન્ડ બહાર કરવામાં આવ્યું હતું. ચોથા વિશ્વકપમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં મેચમાં ઓવરની સંખ્યાં 60થી ઘટાડીને 50 કરવામાં આવી હતી. 1983માં વિશ્વ વિજેતા બનેલા ભારત પાસે ફરી એક વખત એ ઇતિહાસનું પુનરાવર્તન કરવાની શ્રેષ્ઠ તક હતી. ઉપરાંત, 1987ના વિશ્વકપમાં ભારતીય ટીમ માટે બીજી ખાસ વાત એ હતી કે વિશ્વકપ કપ પોતાની ધરતી પર રમાઇ રહ્યો હતો.

કપિલ દેવના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાના આખી શ્રેણી દરમિયાન શાનદાર પ્રદર્શન પુરુ પાડીને દેશના ક્રિકેટ રસીકોને ભરપૂર મનોરંજન પુરુ પાડ્યું હતું. ભારતે શ્રેણીમાં સાત મેચમાંથી પાંચ મચેમાં વિજય મેળવ્યો હતો જ્યારે બેમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.1983ના વિશ્વકપમાં કપિલે જે જાદૂ ચલાવ્યો હતો તે 1987ના વિશ્વકપમાં નહીં ચાલતા ભારતના વિશ્વકપ અભિયાનનો અંત સેમીફાઇનલમાં જ આવી ગયો હતો. જો કે, સમગ્ર વિશ્વકપ દરમિયાન કપિલને નેતૃત્વ હેઠળ નવજોત સિદ્ધુ, ચેતન શર્મા, સુનિલ ગાવાસ્કર, મોહિન્દિર અમરનાથ, મદન લાલે મોહમ્મદ અઝહરુદ્દિને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે, ભારત સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 35 રને હાર મળતાં વિશ્વકપના અભિયાનનો અંત આવ્યો હતો. અને ઇતિહાસનું પુનરાવર્તન કરી શક્યું ન હતું.

1987ના વિશ્વકપમાં ભારતના પ્રદર્શન પર એક નજર

ટૂર્નામેન્ટમાં ભારતે હારની શરુઆત કરી હતી. જો કે, ભારતનો ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક રનથી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ જેઓફ માર્શની સદીની મદદથી ભારત સામે 270 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં ભારતે 207 રન બે વિકેટ ગુમાવીને બનાવી લીધાં હતા. જેમાં નવજોત સિદ્ધુએ ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 7 રન ફટાકાર્યાં હતાં. પરંતુ સિદ્ધુની વેકટ પડતાં જ ભારતનો ધબકડો થયો હતો અને ભારતે 62 રનમાં આઠ વિકેટ ગુમાવતા 269 રનમાં ઓલ આઉઠ થઇ ગયું હતું. સિદ્ધુ ઉપરાંત શ્રીકાંતે પણ સારી બેટિંગ કરતા 70 રન ફટકાર્યા હતા.

ભારતની બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાઇ હતી જેમાં પણ સિદ્ધુએ શાનદાર પ્રદર્શન કરતાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 75 રન ફટકાર્યા હતા. ફરી એક વખત તે ભારત માટે સંજીવની સાબિત થયો હતો. ભારતે 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તેણે કપિલ(72 અણનમ) સાથે મળીને ભારતીય બેટિંગ લાઇને સ્થિરતા આપી હતી. અને ભારત 252 રન બનાવી શક્યું હતું. ત્યાર બાદ બોલિંગમાં રવિ શાસ્ત્રી અને મહમ્મદ અઝહરુદ્દિને બોલિંગમાં તરખાટ મચાવતા ભારતનો 16 રને વિજય થયો હતો. ત્યાર બાદ ભારતે અનુક્રમે ઝિમ્બાવવે સામે આઠ વિકેટે, ઓસ્ટ્રેલિયા સામે 56 રને, ફરી એક વખત ઝિમ્બાવવે સામે સાત વિકેટ અને ન્યૂઝીલેન્ડ સામે નવ રને વિજય મેળવીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

સિદ્ધુ- ગાવાસ્કરની નિષ્ફળતાં અને ગૂચે ભારતને વિશ્વકપ ફાઇનલમાં જતા રોક્યું

આખી ટૂર્નામેન્ટમાં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલમાં પણ ભારતના સાવજો દ્વારા આ પ્રદર્શન ચાલું રાખવામાં આવશે તેમ જણાતું હતું. બોલિંગમાં એ ફોર્મ જોવા મળ્યું પણ ખરું કપિલે મજૂબત પકડ જમાવતી બોલિંગ નાંખીને ઇંગ્લેન્ડની ટીમને 254 સુધી સીમિત રાખી હતી. જોકે, ઇંગ્લેન્ડ તરફથી ગ્રેહામ ગૂચ(115) અને માઇક ગેટ્ટીંગે(56) રનની ઇનિંગ રમી હતી. તેમ છતાં ભારત પાસે સારી બેટિંગ લાઇન હતી. નવજોત સિદ્ધુ અને સુનિલ ગાવાસ્કર પાસે સારા બેટિંગની આશા રાખવામાં આવી હતી, પરતું તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. મહમ્મદ અઝહરુદ્દિને લડાયક ભૂમિકા ભજવતા ભારતને જીતની નજીક પહોંચાડી દીધું હતું પરંતુ તે પણ ભારતને વિજયી બનાવી શક્યો ન હતો. આ મેચમાં ભારતનો 35 રને પરાજય થયો હતો.

ચેતન શર્માએ મેળવી વિશ્વકપની પ્રથમ હેટ્રિક

વિશ્વકપમાં પ્રથમ હેટ્રિકે નોંધાવવાનો શ્રેય ભારતના ફાળે જાય છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ગ્રુપ મેચમાં ભારતીય બોલર ચેતન શર્માએ 51 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને વિશ્વકપમાં ઇતિહાસ રચી નાંખ્યો હતો. આ મેચમાં સુનિલ ગાવાસ્કરે સદી ફટકારી હતી અને ભારતનો 10 ઓવર બાકી હતી ત્યારે વિજય થયો થયો હતો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા