નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જાજરમાન 'વર્લ્ડકપ'ને વડોદરાવાસીઓએ વધાવ્યો

- બે વર્લ્ડ કપમાં રમી ચૂકેલ અંશુમન ગાયકવાડે વિશેષ હાજરી આપી


આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ વર્ષ ૨૦૧૧ની જાજરમાન ટ્રોફી આજે અહીં વડોદરાની હોટેલ વેલકમ ખાતે રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા એક નાનકડાં પરંતુ શાનદાર સમારંભમાં પ્રદર્શિત કરાઇ હતી. આ પ્રસંગે ભૂતકાળમાં બે ક્રિકેટ વર્લ્ડ કપમાં રમી ચૂકેલ અંશુમન ગાયકવાડે વિશેષ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં આરકોમના ગુજરાત- રાજસ્થાન હબના હેડ વિનય ચાંદોક, સર્કલ હેડ શિરિષ ગુપ્તા હાજર રહ્યાં હતા. આગામી તા. ૧૯ ફ્બ્રુઆરીથી શરૂ થતા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ટ્રોફી અહીં હોટેલ વેલકમ ખાતે પ્રદર્શિત કરવામા આવી હતી.

એક નાનકડાં પરંતુ ભવ્ય કાર્યક્રમમાં વર્લ્ડકપ ટ્રોફી પ્રદર્શિત કરતા અગાઉ લેઝર શો યોજવામાં આવ્યો હતો. વડોદરાના વિશ્વવિખ્યાત પૂર્વ ક્રિકેટર અને ૧૯૭૫ તેમજ ૧૯૭૯ ક્રિકેટ વર્લ્ડકપમાં રમી ચૂકેલ અંશુમન ગાયકવાડની હાજરીમાં વર્લ્ડકપને પ્રદર્શિત કરવામા આવ્યો ત્યારે ઉપસ્થિત સૌએ વિશ્વકપને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

આ પ્રસંગે અંશુમન ગાયકવાડે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વડોદરામાં વર્લ્ડકપ પ્રદર્શિત કરવામા આવ્યો એ વડોદરા માટે ગૌરવની વાત છે. નજીકના દિવસોમાં રમાનાર વિશ્વકપ અને તેમના સમયમાં રમાયેલ વિશ્વકપ અંગે ચર્ચા કરતા અંશુમને જણાવ્યું કે તેમના સમયમાં ટીમના લગભગ બધાં ખેલાડીઓ બોલિંગ-બેટિંગ બન્ને કરતા હતાં.

જ્યારે હવે નિષ્ણાતોનો જમાનો આવી ગયો છે. બેટધર બેટિંગ કરે છે, બોલર બોલિંગ કરે છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે વિશ્વકપની ટીમમા માત્ર એક જ વિકેટકીપર રખાયો એ મોટું જોખમ લેવા જેવી વાત છે. કેમ કે ટીમમાં ધોની સિવાય બીજો કોઇ અસરકારક વિકેટકીપર નથી. આવા સમયે જો ધોનીને ઇજા થાય તો મોટી સમસ્યા ઊભી થઇ શકે છે. અંતમાં તેમણે ભારત વર્લ્ડકપ જીતે એવી શુભેચ્છા પાઠવી હતી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા