નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હેલ્થ રિપોર્ટ: ૬.૭૪ ટકા ગુજરાતીઓ હાર્ટઅટેકથી મરે છે

- નાનાં શહેરો અને ગામડાંની સરખામણીમાં સાત મહાનગરમાં મોતનું પ્રમાણ ખૂબ ઊંચું
- સરકારના હેલ્થ વિભાગે સને ૨૦૦૯ દરમિયાન કરેલો સર્વે
દેશના સૌથી સમૃદ્ધ અને ઔદ્યોગિક ક્ષેત્રે આગલી હરોળના ગણાતા ગુજરાત રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંક પૈકીના એક એવા આરોગ્ય ક્ષેત્રે છેલ્લા દસકામાં જડબેસલાક પરિવર્તન આવ્યું છે. શિક્ષણની સાથોસાથ લોકોમાં આરોગ્યની જાળવણી પ્રત્યેની જાગૃતિ પણ વધી છે. સ્પેશિયાલિસ્ટ અને સુપર-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, દવાખાનાં અને હોસ્પિટલોનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે લોકોની ઉંમરમાં પણ વધારો થયો છે.

તાજેતરમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા એક સર્વેના રિપોર્ટ મુજબ વર્ષ દરમિયાન રાજ્યમાં મરણ પામનારા કુલ લોકોમાં સૌથી વધુ ૩૮.૧ ટકા લોકો ૭૦થી વધુ વય જુથના હતા. એવી જ રીતે હાર્ટએટેક (હૃદય રોગ)થી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૬.૭૪ ટકા તથા અન્ય (બીમારી સિવાયનાં) કારણોથી મૃત્યુ પામનારાનું પ્રમાણ ૮૩.૯૬ ટકા નોંધાયું હતું.

રાજ્યમાં વર્ષ દરમિયાન મરણનું સરેરાશ પ્રમાણ ૫.૫ ટકા નોંધાયું છે, જે અગાઉનાં વર્ષોની સરખામણીમાં સામાન્ય વધારો દર્શાવે છે. જો કે વસતીવધારા સહિતનાં કારણોસર હોઈ શકે છે. આરોગ્ય વિભાગના સર્વેમાં નોંધનીય બાબત એ સામે આવી છે કે સર્વેના વર્ષ ૨૦૦૯માં ગામડાંઓમાં મરણનું સરેરાશ પ્રમાણ ૪.૭ ટકા અને શહેરી વિસ્તારોમાં તે પ્રમાણ ૬.૯ ટકા નોંધાયું છે, એટલે કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં મરણનું પ્રમાણ વધુ ઊંચું છે. આ માટે શહેરી વિસ્તારોમાં મરણ નોંધણી માટેની જાગૃતિને જવાબદાર માનવામાં આવી છે.

આશ્ચર્યની બાબત એ છે કે, નાનાં શહેરોની સરખામણીમાં રાજ્યનાં ૭ મહાનગરોમાં મરણનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું છે અને એમાં પણ સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને જામનગર મ્યુનિસપિલ કોર્પોરેશન વિસ્તારમાં તો અમદાવાદ, સુરત અને વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશન વિસ્તાર કરતાં વધુ ઊંચું મરણનું પ્રમાણ નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ માને છે કે રાજ્યનાં શહેરોમાં આરોગ્યવિષયક સવલતો અને મરણ નોંધણી સુવિધાઓ વધતાં મરણ નોંધણીમાં જાગૃતતા આવી છે. સર્વેના વર્ષ ૨૦૦૯માં સમગ્ર ગુજરાતમાં નોંધાયેલાં કુલ ૩,૧૭,૯૮૫ મરણ પૈકી ૬૧.૭ ટકા પુરુષ અને ૩૮.૩ ટકા મહિલાઓનાં મોત થયાં હતાં.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે