નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હાથમાં પાણી લઈને સંકલ્પ કેમ કરવામાં આવે છે ?

આપણે જોઈએ છીએ કે અનેકવાર સંકલ્પ લેતી વખતે આપણે હાથમાં પાણી લઈએ છીએ. અનેક વાર સત્ય બોલાવવા માટે હાથમાં ગંગાજળ રાખવામાં આવે છે. પૂજાપાઠ, કર્મકાંડનો સંકલ્પ હાથમાં પાણી લઈને કરવામાં આવે છે. તો પ્રશ્ન થાય કે સંકલ્પ લેતી વખતે હાથમાં પાણી કેમ લેવામાં આવે છે ? પાણી વીના જો સંકલ્પ લેવામાં આવે તો તેને અધૂરો કેમ માનવામાં આવે છે? પાણીમાં એવું તો શું છે જેનું આટલું મહત્વ છે? એવા અનેક સવાલો આપણા મનમાં આવ્યા કરે છે.

વાસ્તવમાં પાણીને અનેક ધર્મોમાં સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. જળ અનેક ધર્મોના દેવતા છે. વેદોમાં જળને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જળથી જ સમગ્ર સૃષ્ટિનો જન્મ થયો છે. આ કારણે જળને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. આપણા મગજમાં 80 ટકા પાણી છે. જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે બુદ્ધિને જાગૃત રાખીએ છીએ. પાણીને હાથમાં લેવાનો મતલબ છે સ્વયંની કસમ લેવી. સ્વયંને સાક્ષી રાખીને કોઈ પણ કાર્ય કરવું.


જળને હાથમાં લેવાનું કારણ છે સૃષ્ટિના પંચ મહાભૂતોને ( અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જળ) માં રહેલા ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. તેમની પ્રાર્થના કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે. આ કારણે જળ હાથમાં લઈને સંકલ્પ કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા