નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કરિના સાચે જ ‘છમ્મક છલ્લો’ છે!

બોલિવૂડમાં શીલા અને મુન્ની આઈટમ સોન્ગ બાદ છમ્મક છલ્લો ગીત ધૂમ મચાવવા આવી રહ્યું છે

કરિના કપૂર પોતાની પહેલી સાયન્સ-ફિક્શન આધારિત ફિલ્મ રા.વનમાં એક આઈટમ સોન્ગ કરવાની છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન છે.

કરિનાએ પોતાના છમ્મક છલ્લો અવતાર માટે એકદમ સેક્સી એન્ડ ફિટ દેખાવવું જરૂરી હતું. આ માટે અભિનેત્રીએ વધારે યોગા કર્યા હતા. કરિનાએ જીમમાં જઈને વ્યાયામ કરવાને બદલે યોગા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. કરિના ઈમરાન ખાન સાથે ફિલ્મ શોર્ટ ટર્મ શાદીમાં પણ કામ કરી રહી છે. ઈમરાન આગળ કરિના મોટી ના દેખાય માટે તે ચુસ્ત ડાયટ પર છે.આ આઈટમ સોન્ગમાં કરિના માધુરી દીક્ષિતના સુપરહિટ ગીત હમકો આજકલ હૈં ઈન્તેઝાર જેવી દેખાય છે.

છમ્મક છલ્લો આઈટમ ગીતની કોરિયોગ્રાફી ડાન્સર ગણેશે કરી છે. કરિનાએ કહ્યું હતું કે, તેણે આજ પહેલા ક્યારેય આ રીતનો ડાન્સ કર્યો નથી.

આ ગીતમાં કરિના ખરેખર હોટ લાગી રહી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ