નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હવે જીમેઇલ પર અણગમતા મેઇલ્સને કરી દો ‘મ્યુટ’

લોકોને ફોરવર્ડેડ ઇમેઇલ્સ વાંચવાનો અને ગામ આખાને એ ઇમેઇલ્સ ફોરવર્ડ કરવાનો એવો ધખારો હોય છે કે આપણું ઇન બોક્સ લિટરલી ભંગારની દુકાન જેવું થઇ જાય. આનો એક ઉપાય છે કે એવા મેઇલ્સને ‘સ્પામ’ તરીકે જાહેર કરી દઇને ઇનબોક્સમાંથી નાત બહાર મૂકવા, જેથી તે સીધા જ સ્પામના બોક્સમાં જઇને બેસે અને તમે તેને ડિલિટ કરવાની તસ્દી ન લો તો ત્રીસ દિવસ પછી આપોઆપ ડિલિટ થઇ જાય.

બીજા ઉપાય તરીકે જીમેઇલમાં દસથી વધુ વ્યક્તિઓને એક્સાથે મોકલાયેલા ઇમેઇલ્સને તમારા ઇનબોક્સમાં આવતા રોકવા માટે ‘મ્યુટ’ની સુવિધા શરૂ કરી હતી. જે ઇનબોક્સની ઉપર આપેલા ‘મોર એકશન્સ’ના બટન પરથી જઇને શરૂ શકાય છે. હવે ગયા અઠવાડિયે આ સુવિધાને ગૂગલે વધુ સ્માર્ટ બનાવી છે.

‘સ્માર્ટ મ્યુટ’ નામની આ સુવિધા શરૂ કરવા માટે જીમેઇલની ઉપરની જમણી બાજુએ આપેલા સેટિંગ બટન પર ક્લિક કરીને લેબ્સમાં જાઓ. એ લિસ્ટમાં સ્માર્ટ મ્યુટ શોધીને તેને ‘એનેબલ’ કરી દો. હા, આ અગાઉ મ્યુટનો ઓપ્શન શરૂ કરી રાખજો.‘

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા