નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમદાવાદ: 5 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી

-દસ થી વધુના દટાયાની આશંકા.
-કાળુપુરની સૌદાગરની પોળમાં વહેલી સવારે મકાન ધડાકાભેર તુટી પડ્યું.
-આસપાસનાં પાંચેક મકાનોને પણ મોટુ નુકશાન થયું.
-સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ સવારના 8.05 વાગ્યે ઈમારત તૂટી પડી હતી.


અમદાવાદ શહેરનાં અતીગીચ ગણાતા કાળુપુર વિસ્તારમાં આવેલી સોદાગરની પોળમાં એક પાંચ માળનું નવનીર્મીત મકાન ધડાકાભેર તુટી પડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ધરાશાયી થયેલી બીલ્ડીંગના કાટમાળ નીચે દસથી વધુ લોકો દટાયા હોવાની આ શંકા બચાવ ટુકડીઓએ વ્યકત કરી છે. તો બીજી તરફ ફાયરબ્રીગેડ સહિતની ઇમર્જન્સી સર્વિસીસ યુધ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોડાઇ ગઇ છે. સોદાગરની પોળમાં તુટી પડેલા આ મકાનને કારણે આસપાસનાં પાંચેક મકાનોને પણ નુકશાન થયું છે

પ્રાથમીક વિગતો અનુસાર, શુક્રવાર વહેલી સવેરે સોદાગરની પોળમાં થોડા સમય અગાઉ બનેલી પાંચ માળની ઇમારત એકાએક ધરાશાયી થઇ હતી. સ્થાનીકોના જણાવ્યા અનુસાર આ ઈમારતના કાટમાળ નીચે ૨૫થી ૩૦ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયરબ્રીગેડ સહિત ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સહિત તમામ ઇમર્જન્સી સર્વિસીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને કાટમાળ નીચે દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દિધી છે.

મળતી વિગતો અનુસાર, જે ઈમારત ધરાશાયી થઇ છે તે ગેરકાયદે હોવાનો પણ આક્ષેપ છે, એટલુંજ નહી આ ઈમારતના પાયામાં કોઇ તકલીફ હોઇ બીલ્ડર દ્વારા ફરી ત્યાં કામકાજ હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બીલ્ડીંગને કારણે આસપાસનાં પાંચેક મકાનોને પણ મોટુ નુકશાન થયું છે.

તમારો મત....

આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે અવાર નવાર બનતી આવી ઘટનાઓ પાછળ તમે કોને જવાબદાર ગણાવો છો? તમારો મત અમને લખીને જણાવો...

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ