નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રિતીક રોશન

સૌ કોઈ જાણે છે રિતીક રોશન એવોર્ડ વિનિંગ અભિનેતા, સારો પુત્ર, પ્રેમાળ પતિ, હોશિંયાર પિતા અને એક ઉમદા વ્યક્તિ છે. આજે તેના 37માં જન્મદિવસે તેને બહુ જ બધી શુભકામનાઓ. 1980થી બાળકલાકાર તરીકે પોતાની કારકીર્દિ શરૂ કરનાર રિતીકને દર્શકોએ તેની ફિલ્મોમાં તેને પસંદ કર્યો.

"જોધા અકબર"માં તેણે હિન્દુસ્તાનના મુગલ રાજા અકબરનુ પાત્ર બહુ જ સુંદરતાથી નિભાવ્યુ હતું. જેવી નવાબી ઠાઠ તેની ફિલ્મમાં જોવા મળ્યા હતા તેવી જ નવાબી કારનો શોખીન છે રિતીક. રિતીક ચલાવે છે મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ ચલાવે છે. આ લક્ઝરી કાર R 77 લાખથી માંડીને 2.4 કરોડ સુધીની કીંમતની આવે છે. આ કાર રાકેશ રોશને રિતીકને લગભગ એક મહિના પહેલા ગિફ્ટમાં આપી હતી, કારણ કે તેની જૂની કાર પોર્શ કેને લોનાવલા હાઈવે પર એક એક્સિડેન્ટમાં ભૂકો બોલી ગઈ હતી.

રિતીકની પાસે એક જગુઆર એક્સજે અને રેન્જ રોવર સ્પોર્ટ કાર પણ છે જેની કીંમત R 65લાખથી 1 કરોડની વચ્ચેની છે.

આ સિવાય રિતીક પાસે વ્હાઈટ બીએમડબલ્યૂ પણ છે જેની કીંમત R 1.2 કરોડ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી