નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તુઝે લાગેના નઝરિયા..

ભણેલા ગણેલા અને ઇન્ટલિજન્ટ ગણાતા લોકો જ જ્યારે ‘નજર ન લાગે’ એ માટેના કહેવાતા યંત્રો ખરીદવા માંડે ત્યારે?

‘મારી ચીન્ટી આઠ મહિનાની થઇ ત્યાં સુધી એને કોઇ નાની મોટી બીમારી નહોતી નડી. પણ ગયા મહિને એવી માંદી પડી કે સહુના જીવ તાળવે ચોંટી ગયા. ડોક્ટર કહે કે કોઇ ઇન્ફેકશન થઇ ગયેલું પણ આપણે એટલું ધ્યાન રાખતા હોઇએ ત્યાં શેનું ઇન્ફેકશન? રાત સુધી તો હસતી રમતી હતી ને સવારે હોસ્પિટલમાં! રહી રહીને મને યાદ આવ્યું કે એ સાંજે હું રોજની જેમ ચીન્ટીને લઇને ગાર્ડનમાં ફરવા ગઇ, ત્યારે અમારા જૂના પડોશી મળી ગયા. એમની સાથે એક બાઇ હતી.

એણે ચીન્ટીને જોતાની સાથે સો ક્યુટ, સો બ્યુટિફૂલ એવું બોલીબોલીને બહુ વહાલ કરેલું. એ જ રાતે ચીન્ટી બીમાર થઇ ગઇ. પાછળથી મને ખબર પડી કે પેલી સ્ત્રીનો દીકરો સતત બીમાર રહે છે. એની જ નજર લાગી ગઇ મારી ચીન્ટીને! મારી મમ્મી તો મને જ ચીઢાઇ કે જેવા તેવાના હાથમાં શું કામ છોકરીને આપે છે? લોકો ભલે મોઢેથી વહાલ કરે પણ કોણ જાણે એમની નજરમાં શું હોય?’

પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી સુખી ઘરની ચોવીસ વર્ષીય શહેરી સ્ત્રીનો આ કકળાટ છે. એને જુનવાણી કે વહેમીલી ગણીને અહીં અફસોસ નથી કરવો. આવું કરીએ તો હાલતાં ને ચાલતાં રોજેરોજ અફસોસ કરવા પડે કારણ કે, આવા વહેમીલા લોકોની સંખ્યા દિનબદિન વધતી ચાલી છે. નજર લાગી જવાની વાતો માત્ર જુના જમાનાના લોકો નહોતા કરતા. અત્યારના મોડર્ન ગણાતા યુગમાં પણ આપણે એવા જ છીએ.

બલકે વધુ ખરાબ થયા છીએ. બૂરી નજરથી બચવા માટે કે ઘરમાં ગુડ લક લાવવા માટે જે ચીજવસ્તુઓ વેચાય છે. એમાં અત્યારે કરોડોનું ટર્નઓવર છે. અમારે ત્યાં જે ભવ્ય શોપિંગ મોલ છે એમાં માત્ર ફેંગશૂઇને લગતી ચીજો વેચતી આખેઆખી શોપ છે, અને ત્યાં કદી ગ્રાહકોની કમી નથી દેખાતી.

દાદીમાના વખતમાં બાળકને બૂરી નજરથી બચાવવા માટે માથે મેશનું ટપકું કે હાથે કાળો દોરો બંધાતો હતો. ચીન્ટુની મમ્મીએ ટીવી પરની જાહેરખબર જોઇને એની દીકરીને બચાવવા જે ‘મેજીક આઇ’ ખરીદી છે, એની કિંમત લગભગ ત્રણ હજાર છે. આ જોયા બાદ એક દિવસ મેં સતત ત્રણ વાર કલાક ટીવી પર એક શોપિંગ ચેનલ ચાલુ રાખી તો બૂરી નજરથી બચવા માટે ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે ટૂંકમાં દુનિયાનું બધું સુખ મેળવવા માટે જે મણકા, તાવીજ, યંત્રો વેચાય છે એની ઢગલાબંધ જાહેરખબરો જોઇ.

ટીવી અને ફિલ્મના જાણીતા કલાકારો આ જાદુઇ જડીબુટ્ટીઓને પ્રમોશન કરતા દેખાય. કંપનીનો દાવો હતો કે એ પૈસા કમાવા માટે નહીં, પણ માત્ર લોકોનું ભલું કરવા માટે આ જાદુઇ તાવીજ વેચે છે, એટલે જ કિંમત હતી માત્ર ચાર હજાર. માત્ર ઉત્પાદન કિંમત. એક ભાઇએ લાગણીવશ અવાજે કહ્યું કે આ તાવીજ પહેર્યા બાદ એમનો ખોટમાં ચાલતો બિઝનેસ હવે કરોડો રૂપિયાનો નફો કરવા લાગ્યો હતો. બીજા ભાઇની દીકરીની સગાઇ તૂટી ગયેલી એ પાછી સંધાઇ ગયેલી. આ દાવાઓને સાચા માની લઇને ઓર્ડર નોંધાવવા માટે હજારો લોકો દોડી જાય છે.

આ માર્કેટ હવે એટલી મોટી છે કે એમાં પણ ઓરિજિનલ અને ડુપ્લિકેટવાળા ઝઘડા ચાલે છે. વધુ ભણેલા વધુ પૈસાવાળા, વધુ જ્ઞાની લોકો વધુ મોંઘી પણ ઓરિજિનલ ‘ગુડ લક’ આઇટમ ખરીદવાનો આગ્રહ રાખે છે. જુનવાણી લોક ભૂવા પાસે દાણા નખાવતા હતા. એમના પર હસતા નવા લોકો ન્યુમરોલોજિસ્ટ કે ટેરો (તાહરો) કાર્ડ્ઝ રીડર પાસે જઇને મોટી ફી ચૂકવે છે. મોડર્ન લિવિંગનો હિસ્સો ગણાતાં ન્યૂઝ પેપર્સ, મેગેઝિન્સ, ટીવી, સેલફોન આવી મેજિક-માન્યતાઓ ફેલાવવામાં બહુ મોટી મદદ કરે છે. અને શાણા ગણાતા લોકો ઉલ્લુ બની જાય પછી કોને કહેવા જાય?

પચાસેક વરસની એજ્યુકેટેડ ઇન્ટલિજન્ટ ગણાતી સ્ત્રીને પાંચેક વર્ષ પહેલાં શુંયે સૂઝ્યું કે કોઇ ન્યૂમરોલોજિસ્ટની સલાહ પ્રમાણે એણે પોતાના નામનો સ્પેલિંગ બદલ્યો, કુદરતનું કરવું કે પછીના સમયમાં એના અને ફેમિલીના માથે એક પછી એક મુસીબત આવતી ગઇ. હેલ્થ, વેલ્થ બધુંયે બગડ્યું હજીયે ખાડામાંથી નીકળવા માટે મથી રહ્યા છે. પણ તાજેતરમાં ઘણા લોકોની વચ્ચે સહજભાવે કોઇએ પૂછ્યું કે નામનો સ્પેલિંગ બદલવાથી કોઇ ફાયદો થયો. તો પેલા બહેને સહેજ અચકાઇને પછી હકાર ભણ્યો. એને કદાચ ભૂલ કબૂલતા શરમ આવતી હશે, પણ ખોટું બોલીને સામેવાળાને તો એણે ખુદની જેમ જ ઊંધા રવાડે ચઢાવી દેવાનું કામ કર્યું.

અર્ધશિક્ષિત, ગરીબ લોકો કોઇ તાંત્રિકની જાળમાં ફસાઇને છાપે ચઢે ત્યારે ખુદને સુધરેલા ગણાવતા આવા લોકો જીભના ડચકારા બોલાવે છે. અને પછી વિદેશથી સ્પેશિયલ વિઝિટ પર આવેલી ફેન્સી એસ્ટ્રોલોજરના મોંઘાદાટ સેમિનારમાં હાજરી આપને ગર્વભેર બધાને કહે છે. સ્કૂલમાં ભણતા બાળકો ખોટા સ્પેલિંગ લખે તો એનું આવી બને. પણ ટીચર રાતોરાત ખુદના નામનો સ્પેલિંગ બદલીને સાવ ઢંગધડા વિનાનો કરી નાખે તો એને શું કહેવું? આવા ટીચરો આપણાં બાળકોને લોજિક ભણાવી શકે?

એની વે, શ્રદ્ધા (રાધર અંધશ્રદ્ધા)નો વિષય છે. એમાં દલીલ ન હોય જેને જે કરવું હોય તે કરે. પણ બીજાની માન્યતાની ટીકા કરવાથી દૂર રહે તો સારી વાત છે. અને હા, ચીન્ટીની મમ્મીને સાંભળ્યા બાદ મને તો હવે એ જ ફિકર પેઠી છે કે, કોઇના વખાણ કરવા કે નહીં? કોઇના બાળક કે બિઝનેસ વિશે સારું બોલવા જતા ક્યાંક આપણા માથે ‘બૂરી નજર’નું લેબલ ન ચોંટી જાય!

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે